દર્શનના બહાને ગયેલાં કાકી ભત્રીજો માણી રહ્યાં હતાં સેક્સ ને પતિ જોઈ ગયો, જાણો પછી શું થયું?
કાનપુરઃ ફતેહપુર જનપદના લલૌલી પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા એક ગામમાં પારિવારિક ભત્રીજા સાથે કાકીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. બન્ને ઘણાં સમયથી રિલેશનમાં હતા. પતિને એક સપ્તાહ પહેલા જ તેની જાણકારી થઈ હતી. દિવાળીના બે દિવસ પહેલા તેણે બન્નેને આ મામલે ટોક્યા હતા. પોલીસને ઘટનાની જાણકારી મળતા જ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમળતી માહિતી મુજબ પોલ ખુલી જવા પર કાકી-ભત્રીજાએ આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યાની જાણકારી ગ્રામજનોને થતાં ભારે ભીડ જમા થઈ હતી. પીઆઈએ રાજશ કુમાર મૌર્ય થોડા સમય પછી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. એસઓએ મહિલાના પતિને બોલાવની તેની પૂછપરછ કરી.
મહિલાના પતિએ જણાવ્યું કે, દિવાળીના એક દિવસ પહેલા પત્ની તથા પારિવારિક ભત્રીજાની સાથે ચિત્રકૂટ કામતાનાથના દર્શન માટે ગયા હતા. ત્યાં બન્નેને આપત્તિજનક સ્થિતિમાં જોયા બાદ તેમને ફીટકાર લગાવી હતી. કહેવાય છે કે, દિવાળીના બીજા દિવેસ બન્ને (કાકી-ભત્રીજો) ક્યાંક ચાલ્યા ગયા હતા.
બાદમાં પરિવારજનોએ તેની શોધખોળ કરી પરંતુ કોઈ જાણકારી મળી નહીં. રવિવારે સવારે ગામની બહાર એક લીમડાના ઝાડ પર બન્નેને ફાંસીએ ચડેલ ગ્રામજનોને જોવા મળ્યા. બીજી બાજુ મૃતક યુવકની માતાનો આરોપ હતો કે મહિલાના ઘરવાળાએ પહેલા તેના પુત્રની ગળું દબાવીને હત્યા કરી દીધી. બાદમાં આત્મહત્યા બતાવવા માટે સૃતદેહને ફાંસીએ લટકાવી દીધા. એસઓએ જણાવ્યું કે, પ્રથમ નજરે બન્ને સંબંધને કારણે આત્મહત્યા કરી હોવાનું જાણવા મળે છે. પોસ્ટમોર્ટમ અહેવાલ મળ્યા બાદ તથ્ય બહાર આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -