કપિલ મિશ્રાનો વધુ એક ખુલાસો, કહ્યું- મારા હાથમાં છે અરવિંદ કેજરીવાલનો કોલર, મારી હત્યા પણ થઈ શકે છે
આપને ડોનેશન આપનારા મુકેશ ચાલુ વર્ષે જ આ કંપનીઓમાં ડાયરેક્ટર બન્યા છે. જ્યારે તેમણે ડોનેશન 2014માં આપ્યું હતું. તેમણે એમસીડી ચૂંટણીના એક દિવસ પહેલા જ ડાયરેક્ટર બનાવ્યા હતા. 2012માં તેમણે બે કંપનીઓ છોડી દીધી હતી તો 2014માં કેવી રીતે ડોનેશન આપી શકે? મુકેશ કુમારને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો છે. કેજરીવાલ આજકાલ ખોટા સમાચાર ચલાવી રહ્યા છે. મીડિયાએ પણ મુકેશ કુમારની વિગતો બહાર લાવવી જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેજરીવાલે મેં મીડિયા સમક્ષ રજૂ કરેલા પુરાવાનો જવાબ આપ્યો નથી. માત્ર એટલું જ કહેતા રહ્યા છે કપિલ બીજેપીનો એજન્ટ છે. આમ આદમી પાર્ટીએ કહ્યું કે એક વ્યક્તિએ 2 કરોડનું ફન્ડ આપ્યું છે. કપિલે કહ્યું કે કેજરીવાલ સોશિયલ મીડિયા પર ખોટો વીડિયો શેર કરી રહ્યા છે. પ્રેસ કોન્ફરન્સમાં પ્રેઝન્ટેશન દર્શાવી તેમણે કહ્યું કે, એક સાથે રાતે 12 વાગે ચાર કંપનીઓ દ્વારા 50 લાખ રૂપિયા મોકલવામાં આવ્યા. આ પ્રક્રિયામાં જે લેટર હેડ બનાવવામાં આવ્યું તે નકલી છે. કંપનીઓના લેટર હેડમાં મુકેશ કુમારની સાઈન છે.
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલ અને દિલ્હી સરકારમાં પૂર્વ જળ મંત્રી કપિલ મિશ્રાએ શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે કહ્યું કે, હવાલાના રૂપિયાનો જવાબ કેજરીવાલે હજુ સુધી આપ્યો નથી. કપિલ મિશ્રાએ અનેક કંપનીઓના લેટર હેડ જારી કર્યા છે. તેમણે કહ્યું કે, 5 એપ્રિલ, 2014ના રોજ એક સાથે આપના ખાતામાં 50-50 લાખ રૂપિયા જમા કરાવવામાં આવ્યા. કપિલ મિશ્રાએ આરોપ લગાવતા કહ્યું કે, અરવિંદ કેજરીવાલનો હવાલા સાથે સીધો સંબંધ છે. કેજરીવાલનો કોલર મારા હાથમાં છે અને તે કોઈપણ કિંમતે તિહાર જેલમાં જશે. મિશ્રાએ કહ્યું કે, ખુલાસા બાદ તેની હત્યા પણ થઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -