પાટીદારો માટે સારા સમાચારઃ દેશના ક્યા રાજ્યમાં પાટીદારોને સમકક્ષ જ્ઞાતિને મળી અનામત? જાણો વિગત
આંધ્રમાં આ બિલ પસાર થવાથી એકંદર અનામતનું પ્રમાણ 50 ટકાથી વધુ ન થવું જોઈએ તેવી સુપ્રીમકોર્ટની મર્યાદાનો ભંગ થાય છે ત્યારે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને શિડ્યુલ 9 સહિત બંધારણમાં સુધારો કરી તેને કોર્ટના કોઈ પણ ચુકાદાથી અલગ કરી દેવા માટે વિનંતી કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગયા વર્ષે સરકાર દ્વાર સ્થપાયેલી આ સમિતિએ રાજ્યમાં કાપુ સમાજની સામાજિક-આર્થિક સ્થિતિનો અભ્યાસ કર્યો હતો અને તેનો અહેવાલ સરકારને સોંપ્યો હતો. રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે આ પગલું લઈને ટીડીપી રાજ્યમાં અસરકારક રીતે વાયએસઆર કોંગ્રેસના વડા વાય. એસ. જગનમોહન રેડ્ડીનો સામનો કરી શકશે.
મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુ અને અન્ય સભ્યો દ્વારા આ બિલ પર ચર્ચા કરવામાં આવી હતી. પાછળથી સર્વાનુમતે મૌખીક મતથી બિલ પાસ કરવામાં આવી ગયું હતું. નાયડુએ જણાવ્યું હતું કે સરકારે 2014ની ચૂંટણીમાં કાપુને અનામત માટે આપેલું વચન પૂરું પાડ્યું છે. તેમણે ગૃહને ખાતરી આપી હતી કે આ પગલાંથી પછાત જાતિઓની વિકાસ અને કલ્યાણ યોજનાનો લાભ તેમના સુધી પહોંચશે.
આ બિલ પસાર થવાની સાથે આંધ્રપ્રદેશમાં અનામત માટે 50 ટકા મર્યાદાના સુપ્રીમકોર્ટના આદેશનો ભંગ થાય છે. એટલું જ નહીં આ બિલને કેન્દ્રની મંજૂરી લેવી પડશે. આ સાથે કાપુ, ઓન્તારી, તેલાગા અને બાલિજા એમ ચાર જાતિઓને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતનો આ લાભ મળશે.
અગાઉ રાજ્ય કેબિનેટે મંજુનાથ સમિતિની ભલામણો સ્વીકારી હતી. આ સમિતિએ કાપુ સમાજની માગની ચકાસણી કરી હતી અને સરકારને 4થી 5 ટકા અનામત આપવાની ભલામણ કરી હતી.
આંધ્ર પ્રદેશમાં આ સત્રનો વિરોધ કરી રહેલા એકમાત્ર વિપક્ષ વાયએસઆર કોંગ્રેસની ગેરહાજરીમાં શાસક ટીડીપી અને તેના સહયોગી ભાજપે બિલની ચર્ચામાં ભાગ લીધો હતો. પછાત જાતિ કલ્યાણ મંત્રી કે. અત્ચન નાયડુએ બિલ ગૃહમાં રજૂ કર્યું હતું.
અમરાવતી: આંધ્રપ્રદેશ વિધાનસભામાં શનિવારે કાપુ જાતિને 5 ટકા અનામતની જોગવાઈ પૂરી પાડતું બિલ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. જોકે, એન. ચંદ્રાબાબુ નાયડુના નેતૃત્વવાળી ટીડીપી સરકારે પછાત જાતિ માટે વર્તમાન અનામત ક્વોટા પર અસર ન થાય તે માટે કાપુ જાતિને અનામત આપવા નવી ‘એફ’ કેટેગરી ઊભી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કાપુ સવર્ણ છે અને પાટીદારોની સમકક્ષ ગણાય તેવી ખેતી કરતી જ્ઞાતી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -