યેદિયુરપ્પા બન્યા BJP ધારાસભ્ય દળના નેતા, રાજ્યપાલને મળીને કહ્યું- કાલે લઇશ શપથ
નવી દિલ્હીઃ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ તો આવી ગયા છે, પણ હજુ પણ સરકાર કોની બનશે તેના પર સસ્પેન્સ છે, ચિત્ર સ્પષ્ટ નથી થઇ શક્યું. જોકે, આ બધાની વચ્ચે હવે ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર યેદિયુરપ્પાએ આજે રાજ્યપાલ વજુભાઇ વાળા સાથે મુલાકાત કરીને કાલે શપથગ્રહણ કરવાની વાત કહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં ભાજપ અને કોંગ્રેસ-જેડીએસ બન્ને પોતાની સરકાર બનાવવાનો દાવો કરી રહી છે. બીજેપી કહી રહી છે કે તેમના સંપર્કમાં જેડીએસ-કોંગ્રેસના ધારાસભ્યો છે, તો વળી સામે કોંગ્રેસ પણ પોતાના ધારાસભ્યોને સાચવવાની બરાબર વ્યવસ્થા કરી રહી છે.
ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર યેદિયુરપ્પાએ રાજ્યપાલ વજુભાઇ વોરા સાથે મુલાકાત કરીને કહ્યું કે, તેઓ આવતી કાલે શપથ ગ્રહણ કરશે.
બીએસ યેદિયુરપ્પા ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે સિલેક્ટ થઇ ચૂક્યા છે. તેમને દાવો કર્યો છે કે તેઓ કાલે (ગુરુવારે) શપથ ગ્રહણ કરશે. ધારાસભ્ય દળની બેઠક બાદ યેદિયુરપ્પા અને પ્રકાશ જાવડેકર રાજ્યપાલને મળવા રાજભવન પહોંચ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -