કર્ણાટકઃ યેદુરપ્પાએ આપ્યું મુખ્યમંત્રી પદેથી રાજીનામું, 55 કલાકમાં બીજેપીની સરકાર પડી ગઇ
યેદુરપ્પાએ કહ્યું કે, કર્ણાટકના ખેડૂતો આંસૂ વહાવી રહ્યા છે. લગભગ 3700 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી ખેડૂતોના હિત માટે કામ કરતો રહીશ. હું ખેડૂતોને બચાવવા માંગું છું. અમે ઘરે ઘરે જઇને ખેડૂતોની મદદ કરી. વધુમાં યેદુરપ્પાએ કહ્યું કે, છેલ્લી સરકારથી નારાજ લોકોએ તેમના વિરોધમાં મતદાન કર્યું હતું. ગરીબ ખેડૂતોને સારુ જીવન મળવું જોઇએ. તેઓ જનસેવા માટે જીવન સમર્પિત કરવા માંગે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયેદુરપ્પાએ કહ્યુ કે, અમે 40 બેઠકો પરથી 104 બેઠકો પર પહોંચ્યા છીએ. કર્ણાટકની જનતાએ સિદ્ધારમૈયા વિરુદ્ધમાં મતદાન કર્યું. ચૂંટણી અગાઉ કોગ્રેસ અને જેડીએસ એકબીજાના વિરોધમાં મતદાન કર્યું. સિદ્ધારમૈયાએ કહ્યું કે, હું મારા પિતાની કસમ ખાઇને કહું છું કે કુમાર સ્વામીને મુખ્યમંત્રી નહીં બનવા દઉં.
બેગ્લુરુઃ કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદુરપ્પાએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે વિદાય ભાષણની સાથે વિધાનસભામાં રાજીનામું આપ્યું હતું. યેદુરપ્પાએ બહુમત સાબિત કરવા માટે પોતાને અસક્ષમ ગણાવ્યા હતા. ફક્ત 55 કલાકની અંદર કર્ણાટકમાં બીજેપીની સરકાર પડી ગઇ છે.
પોતાના વિદાય ભાષણમાં યેદુરપ્પાએ કહ્યું કે, લોકોએ અમને પ્રેમથી પસંદ કર્યા હતા. મારી પાસે 104 ધારાસભ્યો છે. જનાદેશ કોગ્રેસ અને જેડીએસના વિરોધમાં હતો. બંન્નેનું ગઠબંધન અવસરવાદિતા છે. જનાદેશ વિરુદ્ધ બંન્ને એક થઇ ગયા છે. આજે અમારા માટે અગ્નિપરીક્ષાનો દિવસ છે પરંતુ હું જીવનભર અગ્નિ પરીક્ષા આપી છે. જો પાંચ વર્ષની અંદર ચૂંટણી થાય છે તો બીજેપીને 150 બેઠકો મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -