SCએ યેદિયુરપ્પાના શપથ પર રોક લગાવવાની પાડી ના, ભાજપ પાસે માગી સમર્થક MLAsની યાદી
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કર્ણાટકમાં ભાજપ રાહત આપી છે અને યેદિયુરપ્પાના શપથ રોકવાની ના પાડી છે. સુપ્રીમ કોર્ટે ભાજપના સમર્થક ધારાસભ્યોની યાદી માગી છે. સાથે જ રાજ્યપાલે આપેલ સમર્થન પત્રની પણ માગ કરી છે. આ મામલે હવે શુક્રવારે ફરી સવારે 10.30 કલાકે સુનાવણી થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે બન્ને વચ્ચે ચાલેલ ઉગ્ર દલિલ બાદ સુપ્રીમ કોર્ટો હાલ પુરતી ભાજપને રાહત આપતા શપથ પર રોક લગાવાવની ના પાડી દીધી અને ભાજપના સમર્થક ધારાસભ્યોની યાદી માગવાની સાથે જ રાજ્યપાલે સરકાર બનાવવા આપેલ આમંત્રણ પત્રની કોપી પણ માગી છે. આ મામલે હવે શુક્રવારે સવારે સુનાવણી થશે અને આજે સવારે યેદીયુરપ્પા મુખ્યમંત્રી તરીકેના શપથ લેશે.
આ મામલે જસ્ટિસ સિકરીએ કહ્યું હતું કે, આંકડા બીજેપી સાથે નથી, સુપ્રિમ કોર્ટે એટર્ની જનરલ(AG) વેણુગોપાલ રાવને કહ્યું કે, બીજેપી પાસે આંકડા નથી એટલે કે, તેમની પાસે 104 ધારાસભ્યો છે, તેમની પાસે સરકાર બનાવવા માટે પુરતી બહુમતી નથી. તેના જવાબમાં એજીએ કહ્યું કે, મને ખબર નથી કે, બીજેપી આંકડા ક્યાંથી લાવશે. એટલે કે, બીજા ધારાસભ્યોની સંખ્યા કેવી રીતે વધારશે.
નોંધનીય છે કે, રાજ્યપાલે ભાજપને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું તેની વિરૂદ્ધમાં કોંગ્રેસે હોબાળો કરીને અડધી રાત્રે સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. કોંગ્રેસે રાજ્યપાલના નિર્ણયની વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. ત્યારે અડધી રાત્રે રજિસ્ટ્રાર કોંગ્રેસ-જેડીએસની અરજી લઈને ચીફ જસ્ટિસના ઘરે પહોંચ્યા હતા. આ મામલે સુપ્રીમ કોર્ટના CJI દિપક મિશ્રાએ રાત્રે એક બેન્ચની રચના કરી હતી. આ બેન્ચમાં જસ્ટિસ સિકરી, જસ્ટિસ ભૂષણ અને જસ્ટિસ બોબડે સુનવણી કરી રહ્યાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -