કર્ણાટક ચૂંટણી પરિણામઃ ન જીતી શક્યા ભાજપ, કોંગ્રેસ અને જેડીએસના સૌથી ધનિક ઉમેદવારો, જાણો વિગત
જેડીએસના સૌથી ધનિક ઉમેદવાર કે.બાગે. ગૌડા પણ ચૂંટણી જીતી શક્યા નથી. 302 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવતાં અને બસવનાગુડી સીટ પરથી ચૂંટણી લડતા ગૌડાને બીજેપીના રવિસુબ્રમણ્યમે હાર આપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચિકપેટથી બીજેપીના બીજા સૌથી ધનિક ઉમેદવાર બી ગરુડાચારની મામુલી અંતરથી જીત થઈ. 190 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવતા ગરડાચારે કોંગ્રેસના આર.વી.દેવરાજને હાર આપી.
બીજેપીમાં પણ કરોડપતિ ઉમેદવારોની સ્થિતિ સારી નથી. કે આર પુરા સીટથી બીજેપીની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા એન.એસ. નંદેશા રેડ્ડીની હાર થઈ. તેમણે કોંગ્રેસના બી.કે.બસવરાજે હાર આપી હતી. બીજેપી ઉમેદવાર એન.એ. નંદેશા રેડ્ડીની સંપત્તિ 303 કરોડ રૂપિયા છે.
આ ઉપરાંત કલઘાટગી સીટથી કોંગ્રેસના કરોડપતિ ઉમેદવાર સંતોષ લાડની હાર થઈ છે. તેમણે બીજેપી ઉમેદવાર સી એમ નિમ્બંનાવરને હાર આપી. સંતોષ લાડ કોંગ્રેસના પાંચમાં સૌથી ધનિક ઉમેદવાર હતા. તેમની સંપત્તિ 186 કરોડ રૂપિયા છે.
કોંગ્રેસના ધનિક ઉમેદવાદોના લિસ્ટમાં ચોથા નંબરે બેલ્લારી સિટથી ઉમેદવાર ધારાસભ્ય અનિલ લાડ છે. તેમની સંપત્તિ 342.2 કરોડ રૂપિયા છે. બીજેપીના જી. સોમાખરા રેડ્ડીએ તેમને હાર આપી છે.
રાજ્ય સરકારમાં મંત્રી રહેલા ડી.કે. શિવકુમારને કોંગ્રેસે આ વખતે ટિકિટ આપી હતી. તેઓ 619.8 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. તેઓ કનકપુરા સીટ પરથી ચૂંટણી લડતા હતા. અહીંયા તેમની જીત થઈ છે. શિવકુમારે બીજેપીના નારાયણ ગૌડાને હાર આપી છે.
કોંગ્રેસના બીજા સૌથી ધનિક ઉમેદવાર એમ.ટી.બી. નાગારાજૂની જીત થઈ છે. તેઓ હોસકોટ સીટથી લડતા હતા. તેમને બીજેપી ઉમેદવાર શરત કુમાર બચ્ચેગૌડાને હરાવ્યા.
બેંગ્લોરઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. આ વખતે ભાજપ-કોંગ્રેસે અનેક કરોડપતિ ઉમેદવારોને ટિકિટ આપી હતી. પરંતુ તેમ છતાં આવા ઉમેદવારોની હાર થઈ છે. કોંગ્રેસના સૌથી ધનિક ઉમેદવાર પ્રિય કૃષ્ણએ 1020.5 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી. તેમ છતાં તેમની ચૂંટણીમાં હાર થ છે. પ્રિય કૃષ્ણ ગોવિંદરાજનગર સીટ પરથી ચૂંટણી લડતા હતા. તેમણે બીજેપીના સોમન્નાએ હાર આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -