કર્ણાટકમાં ભાજપ કે કોંગ્રેસ નહીં આ પાર્ટી બનશે કિંગમેકર, ઓપિનિયન પૉલમાં છે આગળ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસર્વેમાં બધા મુખ્યમંત્રી ઉમેદવારોમાં સીએમ સિદ્ધરમૈયાને સૌથી પ્રબળ ઉમેદવાર બતાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી પદ માટે તેમને 30 ટકા લોકોએ સિલેક્ટ કર્યા છે, જ્યારે 25 ટકા લોકોએ બીએસ યેદિયુરપ્પા અને 20 ટકા લોકોએ જીડીએસ કુમારાસ્વામીને પસંદ કર્યા છે.
વળી, એબીપી-સીએસડીએસના સર્વેમાં ભાજપને 224 માંથી 89-95 બેઠકો અને કોંગ્રેસને 85-91 બેઠકો મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે, એબીપી-સીએસડીએસના સર્વેમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે આ વખતે કોંગ્રેસના વૉટ શેરમાં સુધારો થઇ શકે છે. એબીપી સર્વેમાં પણ જેડીએસના એચડી કુમારાસ્વામીને 32-38 બેઠકો સાથે કિંગમેકર બતાવવામાં આવ્યા છે.
ટાઇમ્સ નાઉ-વીએમઆર સર્વે અનુસાર, કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસને 224 બેઠકોમાંથી 91 અને ભાજપને 89 બેઠકો મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે જરૂરી આંકડો 113 બેઠકોનો છે. સર્વેમાં ભાજપને મોટો ફાયદાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીની સંખ્યા ગઇ વખતે 122 થી ઘટીને 91 પર સમેટાઇ જઇ શકે છે.
ઓપિનિયન પૉલમાં અનુસાર, અહીં સત્તાધારી કોંગ્રેસ અને મુખ્ય વિપક્ષ ભાજપ બન્ને પાર્ટીઓ બહુમતીની નજીક નથી પહોંચી રહી. આવામાં આગામી સરકાર બનાવવામાં જેડીએસ મુખ્ય ભૂમિકા નિભાવી શકે છે.
બેગ્લુંરુઃ કર્ણાટકમાં આગામી મહિને વિધાનસભા ચૂંટણી થવની છે. બધા રાજકીય પક્ષો મતદારોને લલચાવવા એડીચોટનું જોર લગાવી રહ્યાં છે. પણ ઓપિનિયન પૉલનું માનીએ તો કોઇને પણ બહુમતી મળતી નથી દેખાતી. ઓપિનિનય પૉમલાં ત્રિશુકું વિધાનસભા (હંગ એસેમ્બલી)નું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -