કર્ણાટક: રાજ્યપાલે BJPને સરકાર બનાવવા આપ્યું આમંત્રણ, યેદિયુરપ્પા આજે લેશે મુખ્યમંત્રી પદના શપથ
જણાવી દઈએ કે કર્ણાટકમાં 222 બેઠકો પર મતદાન થયું હતું. તે હિસાબે બહુમત માટે 112 ધારાસભ્યનું સમર્થન જોઈએ. જ્યારે ભાજપ પાસે માત્ર 104 ધારસભ્ય છે. જણાવી દઈએ કે કર્ણાટકમાં 222 બેઠકો પર મતદાન થયું હતું. તે હિસાબે બહુમત માટે 112 ધારાસભ્યનું સમર્થન જોઈએ. જ્યારે ભાજપ પાસે માત્ર 104 ધારસભ્ય છે. તેના બાદ પણ રાજ્યપાલે યેદિયુરપ્પાને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા કૉંગ્રેસ અને જેડીએસના નેતાઓએ રાજ્યપાલ વજુભાઈવાળા સાથે મુલાકાત કરી હતી. જેડીએસ અને કૉંગ્રેસે રાજ્યપાલને 117 ધારાસભ્યના સમર્થનવાળુ પત્ર સોંપ્યુ છે. તેમાં 78 કૉંગ્રેસ, 37 જેડીએસ, એક બસપા અને એક અપક્ષ ધારાસભ્યની સહી છે.
કાલે સવારે 9.30 વાગ્યે બીએસ યેદિયુરપ્પા સીએમ પદના શપથ ગ્રહણ કરશે. યેદિરુપ્પાએ પહેલા જ દાવો કર્યો હતો કે તે આવતીકાલે મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે.
બેંગલુરુ: કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીના પરીણામ તો આવી ગયા છે, પરંતુ હજુ પણ સરકાર કોણ બનાવશે તેને લઈને સ્થિતિ સ્પષ્ટ થઈ નથી. તેની વચ્ચે કર્ણાટકમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી આવેલી ભાજપને રાજ્યપાલ વજૂભાઈ વાળાએ સરકાર બનાવવા આમંત્રણ આપ્યું છે. તેથી ભાજપ તરફથી યેદિયુરપ્પા આવતીકાલે મુખ્યમંત્રી પદના શપથ લેશે.
રાજ્યપાલ આ અગાઉ પણ સંકેત આપી ચુક્યા હતા તે સૌથી મોટી પાર્ટી હોવાના કારણે ભાજપને જ સરકાર બનાવવા આમંત્રણ આપશે. મીડિયા અહેવાલ પ્રમાણે બીએસ યેદુયુરપ્પના શપથ ગ્રહણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ હાજર રહેશે નહીં. સીએમ પદના શપથ લીધા બાદ યેદિરુપ્પાને બહુમત સાબિત કરવા માટે 15 દિવસનો સમય આપ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -