વજુભાઇને જેમ-તેમ બોલનારા કોંગી નેતા હાથમાં આવશે તો મોં કાળુ કરી જૂતાનો હાર પહેરાવીશુઃ કરાણી સેના
રાજ્યપાલએ બંધારણીય હોદો છે તેની સામે આ પ્રકારની ટિપ્પણી કરવી તે ગેરબંધારણીય છે અને માફી માંગવામાં નહીં આવે તો સમસ્ત ક્ષત્રિય સમાજ અને કારડીયા રાજપુત સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. તેમજ પદ્માવત વખતે ખોટા કેસ કરવામાં આવ્યા હતા તે ગુજરાત સરકાર પાછા લે નહીં તો આંદોલન કરીશું. રાજકોટથી કોડીનાર સુધી કાર રેલી કાઢીશું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકર્ણાટકના રાજ્યપાલ અને કારડીયા રાજપુત સમાજનાં પીઢ આગેવાન એવા વજુભાઈ વાળા સામે કોંગ્રેસનાં નેતાએ અશોભનીય ભાષામાં ટીપ્પણી કરતા કારડીયા રાજપુત સમાજમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો છે. રાજકોટમાં આજે કરણી સેના દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં જણાવ્યું હતું કે, વજુભાઇ વિશે એલફેલ બોલનાર કોંગ્રેસના નેતા સંજય નિરૂપમ હાથમાં આવશએ ત્યારે મો કાળુ કરી જુતાનો હાર પહેરાવીશું.
વજુભાઇ વિશે અશોભનીય ટીપ્પણીને ક્ષત્રિય સમાજ અને કારડીયા રાજપુત સમાજે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ. આ ટિપ્પણીને લઇ કોંગી નેતાએ સમાજની અને રાજ્યપાલની માફી માંગવી જોઇએ.
કર્ણાટકનાં રાજ્યપાલ વજુભાઇ વાળાને લઇ મહારાષ્ટ્રનાં કોંગ્રેસનાં નેતા સંજય નિરૂપમે ટિપ્પણી કરી છે. જેને લઇ સમસ્ત ક્ષત્રિય સમાજ અને કારડીયા રાજપુત સમાજમાં રોષ ફેલાયો છે. તેમજ કોંગી નેતા માફી નહીં માગે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે.
રાજકોટઃ કર્ણાટકમાં બીજેપીની જગ્યાએ હવે કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકાર બનશે. યેદુરપ્પાએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધુ અને હવે બુધવારે જેડીએસ નેતા કુમારસ્વામી સીએમ પદના શપથ લેશે. જોકે, યેદુરપ્પાના શપથને લઇને વિવાદ થયો હતો જેમાં કોંગી નેતાએ વજુભાઇ વાળાને કુતરા સાથે સરખાવ્યા હતા. જેને લઇને હવે કરણી સેના વજુભાઇના બચાવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -