કરણી સેનાની ધમકીઃ 'પદ્માવત' રિલીઝ થઇ તો કરફ્યૂ જેવી પરિસ્થિતિ થઇ જશે
દેહરાદૂનઃ રાજપૂત સંગઠન કરણી સેનાએ મંગળવારે ફરી એકવાર ફિલ્મ 'પદ્માવત' નિર્માતાઓને ધમકી આપી છે. કહ્યું કે, 25 જાન્યુઆરીએ ફિલ્મ રિલીઝ કરશો તો ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહેજો. સીબીએફસીએ કેટલાક કટ લગાવવા અને 'પદ્માવતી'ને 'પદ્માવત' નામથી રિલીઝ કરવાની મંજૂરી આપી દીધી છે. 'પદ્માવત' ભારતમાં 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે, જોકે રાજસ્થાન સરકારે ફિલ્મને રિલીઝ ના કરવાનો નિર્ણય લીધો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રેસ ક્લબમાં પ્રેસ કૉન્ફરન્સ પહેલા કલવીએ પોતાના સંગઠનના પદાધિકારીઓની સાથે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત સાથે મુલાકાત કરી અને પહાડી રાજ્યમાં ફિલ્મ પર પ્રતિબંધ કરવાની માંગ કરી હતી. સંગઠનને કહ્યું કે કલવીએ ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરવી યોગ્ય છે. તેમનો હેતુ રાજપૂતોના સમ્માનની સુરક્ષા કરવાનો છે, કેમકે તે મહારાણા પ્રતાપના 24મી અને રાની પદ્માવતીની 37મી પેઢીના વંશજો છે.
કલવીએ એ પણ આરોપ લગાવ્યો કે તેમને ફિલ્મના વિરોધ કરવાને લઇને પાકિસ્તાનથી પણ ધમકી ભર્યા ફોન આવી રહ્યાં છે, જેનુ લોકેશન 'લાહોર નજીકનું છે.' તેમને કહ્યું કે પાકિસ્તાન કેમ આ મામલે આટલો રસ દાખવે છે.
સંવાદદાતાઓને સંબોધિત કરતાં કરણી સેનાના રાષ્ટ્રીય સંયોજક લોકેન્દ્ર સિંહ કલવીએ કહ્યું કે, તે ફિલ્મના નિર્માતા સંજય લીલા ભંસાળીને નાણાકીય નુકશાન કરશે અને તેમની માંગ હવે ફિલ્મને પ્રતિબંધિત કરવાન છે. તેમને વડાપ્રધાન અને સેન્સર બોર્ડને પણ આગ્રહ કર્યો કે તેમના પ્રદર્શનો પાછળની 'ભાવનાઓ' અને 'મુદ્દાઓની ગંભીરતા'ને સમજે. તેમને ધમકી આપતા કહ્યું કે જો તેમછતાં ફિલ્મ રિલીઝ થશે તો કરફ્યૂ જેવી પરિસ્થિતિ પેદા થઇ જશે.
કરણી સેનાના સંયોજકે કહ્યું કે ફિલ્મના નિર્માણ નોટબંધી દરમિયાન થયુ હતું, તેમને ફિલ્મમાં લાગેલા રૂપિયાની તપાસની માંગ કરી હતી. ફિલ્મમાં દિપીકા પાદુકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂર મુખ્ય રૉલમાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -