કરણી સેનાએ પદ્માવતના મામલે સેન્સર બોર્ડના વડાને આપી શું ધમકી ?
નોંધનીય છે કે, ગુરુવારે બિહારના મુઝફ્ફરપુરના એક સિનેમા હોલમાં અમુક લોકોએ ખૂબ હોબાળો કર્યો છે. અમદાવાદમાં પણ રાજપૂત સમાજના હાઈવે પર આગ સળગાવાની પણ ઘટના બની છે. મુઝફ્ફરપુરમાં કાર્યકર્તાઓએ પોસ્ટરને ફાડ્યું અને સિનેમા હોલમાં ઘુસીને ફિલ્મના વિરોધમાં નારેબાજી કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉપરાંત ગુરુવારે કરણી સેનાના પ્રમુખ મહિપાલ મકરાણાએ કહ્યું કે, 24 જાન્યુઆરીએ રાજપૂત મહિલાઓ ચિત્તોડગઢમાં જૌહર કરશે. અત્યાર સુધી જૌહર માટે 1826 મહિલાઓ રાજી થઈ છે. આ જૌહર ફિલ્મના વિરોધમાં ચિત્તોડગઢમાં સર્વ સમાજ સમિતી અને રાજપૂત કરણી સેના દ્વારા કરાવાવમાં આવસે. બીજી બાજુ કરણી સેનાએ થિયેટર્સ પર કર્ફ્યૂ લગાવવાનું પણ જનતાને કહ્યું છે.
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સમગ્ર દેશમાં ફિલ્મ પદ્માવત રિલીઝ કરવા મહત્વનો ચૂકાદો આપી દીધો છે, તેમછતાં પદ્માવતને લઇને ચાલી રહેલો વિવાદ થમવાનું નામ નથી લેતો. દેશના રાજપૂત સમાજ સંગઠન કરણી સેનાએ કોર્ટના નિર્ણયને પડકારતા ધમકી આપી છે કે, જો ફિલ્મ પદ્માવત રિલીઝ થશે તો સમગ્ર દેશમાં હિંસા ભડકશે અને પ્રસૂન જોશીને રાજસ્થાનમાં ઘૂસવા નહીં દઇએ. ઉલ્લેખનીય છે કે આગામી 25 જાન્યુઆરીએ ફિલ્મ પદ્માવત રિલીઝ થવાની છે.
ફિલ્મને લઇને રાજપૂત કરણી સેનાએ ઉગ્ર પ્રદર્શન અને વિરોધ કરી રહી છે. ગુરુવારે સમગ્ર દેશમાં હિંસા ભડકાવ્યા પછી આ સંગઠને સેન્સર બોર્ડના ચીફ પ્રસૂન જોશીને ધમકી આપી છે. સુખદેવ સિંહે તેમના નિવેદનમાં કહ્યું છે કે, અમે પ્રસૂન જોશીને રાજસ્થાનનમાં ઘૂસવા નહીં દઈએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -