આ નેતા સાથે મુલાકાત બાદ કરણી સેના ‘પદ્માવત’ જોવા માટે તૈયાર થઈ, જાણો વિગતે
મીડિયા સાથે વાતચીતમાં કાલવીએ કહ્યું કે, ‘પદ્માવતને લઈને યુપી પણ બધા રાજ્યોની જેમ ચિંતિત છે. જ્યારે પદ્માવતી નામથી આ ફિલ્મ સામે આવી અને વિરોધ શરૂ થયો તો યોગીજીએ સૌથી પહેલા અવાજ ઉઠાવ્યો હતો. હવે અમે પદ્માવતી નહીં, પદ્માવતનો વિરોધ કરી રહ્યા છીએ. તેને રોકવા માટે અંતિમ હથોડો ચાલવો જોઈએ. હવે તે સીએમ યોગી જ બતાવશે કે તે આ ફિલ્મને લઈને કેવા પગલાં ઉઠાવશે. અમારું કામ અપીલ કરવાનું હતું.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપદ્માવત બતાવવા માટે ભણસાલીના પત્ર પર પ્રતિક્રિયા આપતા કાલવીએ કહ્યું કે, ‘હા, તેમની તરફથી પત્ર આવ્યો છે. પણ, તે એક દગો છે. તમાશો બનાવવા માટે. ફિલ્મ જોવા માટે બોલાવ્યા છે, પણ તારીખ નથી જણાવી. હું તો ફિલ્મ જોવા માટે પણ તૈયાર છું. હું ઈચ્છું છું કે મીડિયા પણ સાથે ચાલે. પરંતુ ભણસાલીને અપીલ છે કે તે મજાક ન બનાવે. એ પહેલા તેઓ મીડિયાને બોલાવી ફિલ્મ નહીં બતાવે. આ વખતે એવું ન થવું જોઈએ. તે તારીખ જણાવે, હું ફિલ્મ જોઈશ.’
સોમવરે રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ લોકેન્દ્ર સિંહ કાલવીએ લખનૌમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી. તે પછી મીડિયા સાથે વાતચીતમાં કાલવીએ કહ્યું કે, ભણસાલીએ ફિલ્મ જોવા તેમને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું કે, તે પદ્માવત જોવા માટે તૈયાર છે, પરંતુ ભણસાલીએ હજુ સુધી ફિલ્મ બતાવવાની તારીખ નથી જણાવી.
નવી દિલ્હીઃ પદ્માવત ફિલ્મની રિલીઝની તારીખ નજીક આવતી જાય છે તેમ વિવાદ વધતો જઈ રહ્યો છે. 25 જાન્યુઆરીના રોજ આ ફિલ્મ રિલીઝ થવાની ચે અને આ પહેલા જ કરણી સેનાની સાથે સાથે રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. કેસની સુનાવણી આજે થશે.
આ વિવાદની વચ્ચે કરણી સેનાના પ્રમુખ લોકેન્દ્ર સિંહ કાલવીએ કહ્યું કે તે ફિલ્મ જોવા માટે તૈયાર છે. જોકે આ પહેલા તેમણે ફિલ્મ જોવાની વાતને નકારી કાઢી હતી. સંજય લીલા ભણશાલીએ લોકેન્દ્ર સિંહ કાલ્વીને ફિલ્મ જોવા માટે આમંત્રણ આપ્યું હતું. કરણી સેનાનું માનવું છે કે, ફિલ્મ પદ્માવત હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહ્યું છે. માટે તે તેની વિરૂદ્ધ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -