WWEની આ પ્રથમ ભારતીય મહિલા રેસલરને રાષ્ટ્રપતિએ કર્યા નમસ્કાર, આપ્યો ફર્સ્ટ લેડી એવોર્ડ
નવી દિલ્હીઃ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે દેશની 112 દિકરીઓને સન્માનિત કરી, જેઓએ પોતપોતાના ક્ષેત્રમાં અસામાન્ય સિદ્ધિ હાંસલ કરી હતી, જેમાં એક નામ હરિયાણાની મહિલા રેસલર કવિતા દલાલનું પણ હતું. કવિતા દલાલે WWFમાં પોતાની પહેલી ફાઇટ લડીને દેશનું નામ રોશન કર્યું. રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ ભવનમાં કવિતા દલાલેને આ ક્ષેત્રે સિદ્ધી હાંસલ કરવા માટે પ્રણામ કરી ફર્સ્ટ લેડી એવોર્ડ એનાયત કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતની પ્રથમ WWF રેસલર કવિતા દલાલનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ફર્સ્ટ લેડી એવોર્ડથી સન્માન કર્યું હતું. સલવાર-કમિઝ સજ્જ અંગે કવિતાનો મત એવો છે કે દેશવાસીઓ તેમની સંસ્કૃતિ પ્રત્યે ભારે સજાગ છે અને તેઓ તેની સાથે જરાય બાંધછોડ માટે તૈયાર નથી.
કવિતા હરિયાણાના જિંદ જિલ્લાના માલવી ગામમાં સામાન્ય પરિવારમાંથી આવે છે, તેને એક ફાઇટમાં પરંપરાગત પોષાક સલવાર-કમીઝ પહેરી રિંગમાં ઉતરી વિદેશી મહિલા રેસલરને ધૂળ ચટાડી હતી, ત્યારબાદ તેને WWFમાં આમંત્રણ મળ્યું અને ત્યાં ફાઇટ લડી હતી. આના પરથી પુરવાર થાય છે કે , ભારતીય નારી કોઈ પણ રમતમાં ઉણી ઉતરે તેવી નથી.
કવિતાના ઘરની આર્થિક સ્થિતિ સારી ન હતી અને દૂધ વેચીને ઘરનું ગુજરાત કરાતું હતું. કવિતાના મોટા ભાઈ સંજયે તેમને રમતગમતમાં કાઠુ કાઢવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. કવિતાએ જણાવ્યું હતું કે રૂઢિવાદી વિચારો સામે પડવું સરળ નથી. આને લીધે તેમને અને તેમના પરિવારને ભારે મુશ્કેલીઓ સામે ઝઝુમવું પડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, કવિતા દલાલ ગત જુલાઇમાં WWFમાં પ્રવેશ કરનારી ભારતની પ્રથમ મહિલા કુસ્તીવાજ બની હતી, જેને લઇને રાષ્ટ્રપતિએ ગૌરવ સાથે ફર્સ્ટ લેડી એવોર્ડ એનાયત કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -