Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
કેરળ: પૂરગ્રસ્ત લોકોની મદદ માટે કૉંગ્રેસના સાંસદો-ધારાસભ્યો એક મહિનાનો પગાર આપશે: રાહુલ ગાંધી
સૂરજેવાલાએ કહ્યું કે, કૉંગ્રેસની સરકારોએ મદદ માટે પગલુ ઉપાડ્યું છે. પંજાબની સરકારે 10 કરોડ રૂપિયાની સહાય આપી છે. કર્ણાટકની સરકારે 10 કરોડ રૂપિયા અને પંડિચેરીની સરકારે એક કરોડ રૂપિયા મોકલ્યા છે. ઉલ્લેખનીય છે કે આઠ ઓગસ્ટથી અત્યાર સુધી 194 લોકોના મોત થયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને કેરળની પૂરને રાષ્ટ્રીય આફત જાહેર કરવાની માંગ કરી છે. બેઠક બાદ પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ મીડિયાને કહ્યું કે, બેઠકમાં પૂર દેશમાં આવેલી સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. રાહુલ ગાંધી અને કૉંગ્રેસે માંગ કરી છે કેરળની પૂરને રાષ્ટ્રીય આફત જાહેર કરવામાં આવે.
પાર્ટીના મહાસચિવો, રાજ્ય પ્રભારીઓ, પ્રદેશ અધ્યક્ષો અને ધારાસભ્ય દળના નેતાઓ સાથેની બેઠકમાં કૉંગ્રેસ અધ્યક્ષે આ પણ કહ્યું કે પાર્ટીના નેતા અને કાર્યકર્તા કેરળ, કેટલાક બીજા રાજ્યોમાં આવેલી પૂર પ્રભાવિત લોકો તમામ સંભવિત મદદ કરે.
નવી દિલ્હી: કેરળમાં ભયાનક પૂરના કારણે ભારે તબાહી મચી ગઈ છે. જાન માલને ભારે નુકસાન થયું છે તેને જોતા કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નિર્ણય કર્યો છે કે કૉંગ્રેસ પાર્ટી તમામ સાંસદ, ધારાસભ્ય અને વિધાન પરિષદ સદસ્ય એક મહિનાની પગાર રાજ્યના પૂર પીડિતોની મદદ માટે આપશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -