કેવું હતું, કેવું થઇ ગયું કેરાલા, વિનાશકારી પૂરની તબાહી જોઇને ઉડી જશે હોશ, જુઓ તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં ઇલેક્ટ્રિશિય, પ્લમ્બર, કાર્પેન્ટર, પેન્ટર જેવા સ્કિલ વર્કર્સની પણ કમી છે. ઘરોની સફાઇ માટે રોજમદાર મજૂરો પણ નથી મળી રહ્યાં. રાજ્યમાં ચારેયબાજુ તબાહી મચી ગઇ છે.
સેના અને સામાજિક સંસ્થાઓ લોકોને રાહત અને બચાવ કાર્યમાં મદદ આપવા જોડાયા છે.
હવે રાજ્ય સરકારનો પુરોપુરો ફોકસ પૂરથી તબાહ થયેલા કેરાલાને ફરીથી ઉભુ કરવા પર છે. જેથી રિલીફ કેમ્પમાં રહી રહેલા 10 લાખથી વધુ લોકોને તેમના ઘરોમાં મોકલાઇ શકે.
જે લોકો પોતાના ઘરે પરત ફરી રહ્યાં છે તેમના ચહેરા પર દયા અને આંખોમાં આસુ છે. તેમના ઘરો પાણીમાં ડૂબી ગયા છે, અને કેટલાક ઘરો કાટમાળમાં ફેરવાઇ ગયા છે. ઘરમાં અને બહાર વિજળીનું જોડાઇ ધોવાઇ ગયુ છે.
નવી દિલ્હીઃ વિનાશકારી પૂર અને વરસાદના કારણે સૌથી વિકસીત રાજ્ય કેરાલાની હાલત ખરાબ થઇ ગઇ છે. પાણીથી રોડ, રસ્તાં અને જીનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયા છે. પાણી હવે થોડુ થોડુ ઉતરવા લાગ્યું છે. પૂરની ભયંકર તસવીરો સામે આવી છે, પૂરથી તબાહ થઇ ગયેલું ચેરુથોની સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે. આ તસવીરને આઇપીએસ રમા રાજેશ્વરીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કરી છે. અહીં અમે તમને વિનાશકારી પૂરની કેટલીક ભયાનક તસવીરો બતાવી રહ્યાં છે, જેમાં જોઇ શકાય છે કે કેરાલા કેવું હતું અને કેવુ થઇ ગયું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -