કેરળમાં મેઘ કહેર: પૂરના કારણે સપ્તાહમાં 47ના મોત, કોચિ એરપોર્ટ બંધ
રાજ્યમાં મેઘ કહેરથી જાન-માલને મોટા પાયે નુકસાન થયું છે. બુધવારે પાંચ લોકોના મોત થયા હતા જેના સહિત 8 ઓગસ્ટ બાદ અત્યાર સુધી મૃતકોની સંખ્યા 47 સુધી પહોંચી ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતિરુવનંતપુરમ: કેરળમાં વરસાદના કારણે ભારે તારાજી સર્જાઈ છે. પૂરના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. છેલ્લા સાત દિવસમાં મૃતકોની સંખ્યા 47 સુધી પહોંચી ગઈ છે. પૂરના કારણે કોચીન આંતરરાષ્ટ્રીય એરપોર્ટને શનિવાર સુધી બંધ રાખાવમાં આવ્યું છે.
ગૃહમંત્રી રાજનાથ સિંહે હાલમાંજ પ્રર્યટન મંત્રી કે.જી અલ્ફોંસ સાથે પૂર પ્રભાવિત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું, તેમની સાથે કેરળના સીએમ પિનરઈ વિજયન પણ હતાં.
નોંધનીય છે કે નદિઓનું જળસ્તર સતત વધવાના કારણે રાજ્યના 33 ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. રાજ્યના ઈડુક્કીમાં પાંચ અલગ અલગ સ્થાનો પર ભૂસ્ખલન થયા છે. સતત વરસાદના કારણે સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. રસ્તાઓ અને ઈમારતો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
કેન્દ્રએ પૂરની સ્થિતિને જોતા, ત્રિશૂર, એર્નાકુલમ, અલપ્પુઝા, વાયનાડ, કોઝિકોડ અને ઈડુક્કી જિલ્લામાં એનડીઆરએફની 14 ટીમો તૈનાત કરી છે. આ ટીમો પ્રાથમિક સારવાર તથા રાહત સામગ્રીઓનું વિતરણનું કામ પણ કરી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -