કેરાલા પૂરઃ કેટલાક વિસ્તારોમાં રેલ સેવા પુનઃસ્થાપિત, 10 લાખ લોકો બેઘર, 400 લોકોના મોત
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કેરાલામાં આવેલા વિનાશકારી પૂરને ‘‘ગંભીર કુદરતી આફત‘‘ જાહેર કરી છે. બીજીબાજુ રાજ્યની સામે બેઘર થયેલા લાખો લોકોને પૂનર્વાસ અને પાણીજન્ય બિમારીઓને રોકવા માટેનું કામ એક મોટો પડકાર બની ગયુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅધિકારીઓએ જણાવ્યું કે, રાજ્યમાં આઠ ઓગસ્ટ બાદ ચોમાસાના બીજા તબક્કામાં ભારે વરસાદ અને પૂરના કારણે મૃતકોની સંખ્યા વધીને 223 પર પહોંચી ગઇ છે. કેરાલાના અનેક વિસ્તારોમાં પૂરના કારણે પ્રભાવિત થયેલી રેલ સેવા ફરીથી શરૂ થઇ ગઇ છે. આ બધાની વચ્ચે સરકારે મંગળવારે સાંજે ચાર વાગે સર્વદલીય બેઠક બોલાવી છે.
આ 3,200 રાહત શિબિરોમાં રહી રહ્યાં છે. વરસાદ ધીમો પડવથી વિભિન્ન સ્થાનો પરથી 602 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. મૃત્યુઆંક 400ને પાર થઇ ગયો છે.
કેરાલાના મુખ્યમંત્રી પિનરાઇ વિજયને જણાવ્યું કે, આઠ ઓગસ્ટથી લઇને અત્યાર સુધી 223 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. 10.78 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે જેમાં 2.12 લાખ મહિલાઓ તથા 12 વર્ષની ઉંમરની નીચેના એક લાખ બાળકો સામેલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -