કેરળના પૂરગ્રસ્તો માટે વ્યક્તિગત દાનમાં આ NRI બિઝનેસમેન ટોપ પર, કર્યું 5 કરોડનું દાન જાણો કોણ છે આ NRI?
62 વર્ષીય NRI બિઝનેસમેન યુસુફ અલીનો જન્મ 15 નવેમ્બર, 1955ના રોજ કેરાલાના ત્રિસુર જિલ્લાના નટ્ટીકામાં થયો હતો. તેમનું આખુ નામ યુસુફ અલી મુસાલિયમ વિટ્ટીલ અબ્દુલ કાદર છે. યુસુફ અલી લુલુ ગ્રુપના કૉ-ફાઉન્ડર અને એમડી છે. યુસુફ અલી અબુધાબીમાં પોતાનો ફ્રોઝન પ્રૉડક્ટ્સનો બિઝનેસ કરે છે, આ પ્રૉડક્ટ્સનું વેચાણ યુરોપ અને યુએસમાં સપ્લાય થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, કેરાલા પુરગ્રસ્તોની મદદ નેતા, અભિનેતા, બિઝનેસ મેનો સાથે સામાન્ય માણસો પણ મદદ માટે આગળ આવ્યા છે. કેરાલા મુખ્યમંત્રી પિનરાઇ વિજયને મદદ માટે રાજ્યના રાહત કોષ CMRDFમાં 1 લાખ રૂપિયા મદદ માટે આપ્યા, ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 કરોડ, કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે 100 કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી છે.
નવી દિલ્હીઃ કેરાલામાં આવેલી ભયાનક પુરથી 370થી પણ વધુ લોકો મોતને ઘાટ ઉતરી ગયા છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર તમામ પ્રયાસો કરીને અસરગ્રસ્તોને બચાવવાના કામમાં લાગી ગઇ છે. દેશના ખુણેખુણેથી બચાવ કાર્ય માટે ફંડ અને દાન આવી રહ્યાં છે.
આ ઉપરાંત એક 21 વર્ષીય સ્ટૂડન્ટે પણ કેરાલા મુખ્યમંત્રી રાહત કોષમાં 1.5 લાખ રૂપિયાનું દાન કર્યું હતું, જેને તાજેતરમાંજ માછલી વેચવાના બિઝનેસને લઇને કેરાલામાં ટ્રૉલ કરવામાં આવ્યો હતો.
આ યુવક કેરાલાનો NRI બિઝનેસમેને છે અને જેને વ્યક્તિગત રીતે મદદ માટે 5 કરોડ રૂપિયા રાહત ફંડમાં દાન કર્યા છે.
નેતા, અભિનેતા, બિઝનેસમેનો અને સામાજિક સંસ્થાઓ આ બચાવ કાર્યમાં ડૉનેશન આપી રહી છે. આ પુરગ્રસ્ત વિસ્તારને ફરીથી બેઠું કરવા અને રાહત કાર્યને આગળ ધપાવવા માટે NRI પણ જોડાયા છે. કેરાલાના એક મુસ્લિમ NRIએ પાંચ કરોડ રૂપિયા મુખ્યમંત્રી રાહત કોષમાં મદદ માટે આપ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -