RSS કાર્યકર્તાની હત્યાના વિરોધમાં ભાજપે કર્યું બંધનુ એલાન
નવી દિલ્લી: કેરલની રાજધાની તિરુવનંતપુરમ નજદીક એક હિસ્ટ્રીશીટરની આગેવાનીવાળી ગેંગે આરએસએસના એક કાર્યકર્તાની શનિવારે રાતે હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાને લઇને ભાજપે મોટા વિરોધ કરવાનો નિર્ણય લીધો છે. સમાચાર એજન્સી મુજબ ભાજપે આ હત્યાના વિરોધમાં રવિવારે કેરલ બંધનું એલાન કર્યું છે. પાર્ટી કાર્યકર્તાએ તિરુવનંતપુરમ સહિત રાજ્યમાં તમામ મોટા શહેરોના રસ્તા પર શાંતિપૂર્ણ વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે.
ભાજપે આ ઘટનાને રાજનીતિક હત્યા ગણાવી છે. પાર્ટી તરફથી કહેવામાં આવ્યું કે, હત્યા પાછળ રાજનીતિક પાર્ટીનો હાથ છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે. રાજશેખરે આક્ષેપ લગાવ્યો છે કે, આ હુમલા પાછળ માકપાનો હાથ છે. આ આક્ષેપને વામ પાર્ટીના જિલ્લા નેતૃત્વએ ફગાવ્યો છે. વધુમાં કહ્યુ કે આ હત્યા પાછળ સીપીએમના 6 કાર્યકર્તાઓ સામેલ હોવાનું જણાવ્યું છે. અગાઉ 8 જુલાઇએ પણ કર્નાટકના મંગલુરુમાં એક આરએસએસ કાર્યકર્તાની હત્યા કરી દેવામાં આવી હતી.