ચાર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય બન્યું કેરળ, કન્નુરમાં નવા એરપોર્ટનો પ્રારંભ
જો કે, આ ઉદ્ઘાટનના કારણે ઘણો વિવાદ પણ થયો. ભાજપ અને કૉંગ્રેસે આ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો. સબરીમાલ મામલે જે રીતે કેરળ સરકાર હેન્ડલ કરી રહી છે તેને લઇને ભાજપે ઉદ્ઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કર્યો. જ્યારે કૉંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા ઓમાન ચાંડીને ઉદ્ઘાટન સમારોહમાં આમંત્રણ ન આપતા મુખ્યમંત્રી પિનરાઇ વિજયન સામે નારાજગી વ્યક્ત કરી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેરળ: કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ અને કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયને આજે કન્નુર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. તેની સાથેજ કેરળ દેશનું પ્રથમ એવું રાજ્ય બની ગયું છે જ્યાં ચાર આતંરરાષ્ટ્રીય એરપોર્ટ છે. આ સિવાય ત્રણ અન્ય એરપોર્ટ તિરુવનંતપુરમ, કોચ્ચિ અને કોઝિકોડમાં છે.
એરપોર્ટ પર એરોપ્લેન્સનું સંચાલન શરૂ કરી દેવામાં આવ્યું છે. અહીં અબુ ધાબી માટે પ્રથમ કોમર્શિયલ ઇન્ટરનેશનલ ફ્લાઇટે ઉડાન ભરી હતી. એરપોર્ટને હૈદરાબાદ, બેંગલુરુ અને મુંબઈ ફ્લાઇટ સાથે જોડવામાં આવશે.
કન્નુર એરપોર્ટ 2,000 એકરમાં ફેલાયેલું છે અને 1,800 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. અહીં એકસાથે બે હજાર યાત્રીઓને હેન્ડલ કરી શકાય એટલું વિશાળ એરપોર્ટ બનાવવામાં આવ્યું છે. વર્ષે 1.5 મિલિયન આંતરરાષ્ટ્રીય પ્રાવસીઓ યાત્રા કરી શકશે. એરપોર્ટ રનવેની લંબાઈ 3,050 મીટર છે જેને વધારીને 4,000 મીટર સુધી વધારી શકાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -