‘પદ્માવત’માં ખિલજીને જોઈ મને આઝમ ખાનની યાદ આવી ? જાણો કઈ એક્ટ્રેસે કરી આવી કોમેન્ટ
ફિલ્મોમાંથી રાજકારણમાં આવેલી જયાપ્રદા અને સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન વચ્ચે આ પ્રકારના વિવાદ ઘણીવાર સાર્વજનિક મંચ પર સામે આવે છે. એક જ પાર્ટીમાં હોવા છતાં બંને નેતા એકબીજા પર ગંભીર આરોપો લગાવતા રહે છે. રામપુરની ચૂંટણી સમયે જયાપ્રદાએ આઝમ ખાન પર ઘણા આરોપો લગાવ્યા હતા. આઝમ ખાન પર જયાપ્રદાને ચૂંટણી હરાવવાના આરોપો પણ લાગ્યા. તે છતાં પણ જયાપ્રદા ચૂંટણી જીતી ગઇ. 2009ની લોકસભા ચૂંટણીમાં પણ જયાપ્રદા રામપુરથી ચૂંટણી લડી અને આઝમ ખાન પર ફરી તેમના વિરોધના આરોપો લાગ્યા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલખનઉઃ અભિનેત્રીમાંથી નેતા બનેલી જયા પ્રદા અને સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાન વચ્ચે વાકયુદ્ધ અગાઉ ઘણી વાર સામે આવ્યું છે. એક જ પાર્ટીના હોવા છતાં બંને એકબીજા પર ગંભીર આરોપો લગાવતા રહે છે. શનિવારે જયા પ્રદાએ આઝમ ખાનની તુલનાઅલાઉદ્દીન ખિલજી સાથે કરી હતી. જયા પ્રદા આઝમ ખાનનો ગઢ મનાતા રામપુરથી બે વાર સાંસદ રહી છે.
થોડા દિવસ પહેલા જ જયાપ્રદાએ સપા અધ્યક્ષ અખિલેશ યાદવને 'બિગડા બચ્ચા' કહીને સંબોધ્યા હતા. તેમણે કહ્યું હતું કે અખિલેશ યાદવ બગડી ગયેલો દીકરો છે. તેમણે ભગવાન રામ પાસેથી શીખવું જોઇએ, જે પિતાનું વચન નિભાવવા માટે રાજપાઠ ત્યાગીને વનવાસ જતા રહ્યા હતા.
જયાપ્રદાએ કહ્યું કે જ્યારે હું ફિલ્મ પદ્માવત જોઇ રહી હતી, ત્યારે અલાઉદ્દીન ખિલજીને જોઇને મારા મનમાં આઝમ ખાન જ આવી રહ્યા હતા. તેમણે કહ્યું કે, હું વિચારી રહી હતી કે રામપુરથી હું જ્યારે ચૂંટણી લડી રહી હતી ત્યારે તેમણે મને કેવી રીતે હેરાન કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -