કૉંગ્રેસે કિરણ બેદીને પોસ્ટરમાં બતાવી હિટલર, પોતે જ ટ્વિટર પર પોસ્ટ કર્યો ફોટો
ચોથી જુલાઇએ કેન્દ્ર સરકાર તરફથી પસંદ કરેલા ત્રણ ધારાસભ્યને શપથ અપાવ્યા બાદ કિરણ બેદી કેન્દ્ર શાસિત કૉંગ્રેસીઓના નિશાના પર છે. જે ત્રણ ધારાસભ્યને પાંડિચેરી વિધાનસભાની સદસ્યતા આપવામાં આવી છે. તેમાં વી. સામીનાથન, કેજી શંકર અને એસ. સેલ્વાગણપતિનો સમાવેશ થાય છે. એટલું જ નહીં કિરણ બેદીની કાર્યશૈલીને તાનાશાહીપૂર્ણ ગણાવતા પાંડિચેરી કૉંગ્રેસે બંધનું આયોજન પણ કર્યું હતું. કૉંગ્રેસ કમિટી લાંબા સમયથી કિરણ બેદીને રાજ્યપાલ પદ પરથી હટાવવાની માંગ કરતી આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લી:પાંડિચેરીના લેફ્ટનન્ટ ગવર્નરની જવાબદારી નિભાવી રહેલી કિરણ બેદીને કૉંગ્રેસ કાર્યકર્તાઓએ પોસ્ટરમાં હિટલર બતાવી. હતી. ધારાસભ્યને પસંદ કરવાની પ્રક્રિયા લઇને કિરણ બેદી અને કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન સમયે આ પોસ્ટર બતાવવામાં આવ્યા હતા. કિરણ બેદીએ પોતે આ પોસ્ટરને ટ્વિટ કર્યું છે. આ પોસ્ટરને ટ્વિટ કરતા કિરણ બે હાથ જોડતા એક ઇમોજી પણ પોસ્ટ કર્યા છે. પાંડિચેરી સરકાર અને ગવર્નર વચ્ચે ચાલી રહેલા તણાવ આના પછી ફરી વધી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -