કિરણ બેદીએ PM મોદીની માંનો ફેક વીડિયો કર્યો પોસ્ટ, લોકોએ શું કહ્યું, જાણો વિગતે
યુઝર્સના રિએકશન પછી કિરણ બેદીએ પોતાની ભૂલ સ્વીકારી અને લગભગ 4 કલાક પછી તેઓએ ત્રીજી ટ્વિટમાં લખ્યું કે, “મને ખોટી ઓળખ બતાવવામાં આવી હતી, પરંતુ હું આ શક્તિશાળી માતાના જુસ્સાને સલામ કરૂ છું. આશા કરૂ છું કે હું પણ 96 વર્ષે આમના જેવી જ બનું.”
Download ABP Live App and Watch All Latest Videos
View In App@Brain_Humorએ લખ્યું કે, “માત્ર નામ જ કિરણ છે, પરંતુ આંખોમાં અંધારૂ જ છે. ફેક વીડિયો પોસ્ટ કરવામાં તમે પણ માહિર છો. તમારા જેવાં લોકોના કારણે જ મહિલાઓ બદનામ થાય છે.” બેદીએ કહ્યું - 96 વર્ષની ઉંમરે આમના જેવી બનીશ.
@GauravPandhiએ લખ્યું કે, “તમને ગર્વનર બનાવવામાં આવ્યાં તે અંગે દુખ છે. પીએમ સાથે સંબંધો મજબૂત કરવા માટે તમે કોને મુર્ખ બનાવી રહ્યાં છો? આ મહિલા એકપણ એન્ગલથી હીરાબહેન નથી લાગતા.”
ટ્વિટર યુઝર્સે કિરણ બેદીની ઠેકડી ઉડાવી હતી. યુઝર્સે કહ્યું કે વીડિયોમાં ડાન્સ કરી રહેલી મહિલા મોદીના માતા હીરાબહેન નથી. આ વીડિયો 30 સપ્ટેમ્બર અને 3 ઓક્ટોબરનાં રોજ બે યૂટયુબ ચેનલ્સ પર અપલોડ થયો હતો, જે હવે વાયરલ થઈ રહ્યો છે.
બેદીએ ટ્વિટ કર્યું હતું કે, “97 વર્ષે પણ દિવાળી મનાવવાનો ઉત્સાહ. આ નરેન્દ્ર મોદીની માતા હીરાબહેન છે જેઓ પોતાના ઘરમાં દિવાળી મનાવી રહ્યાં છે. હીરાબહેન આત્મવિશ્વાસ અને સહજતાનું જીવતું જાગતું ઉદાહરણ છે.”
બેદીએ ટ્વિટ કર્યું હતું કે, “97 વર્ષે પણ દિવાળી મનાવવાનો ઉત્સાહ. આ નરેન્દ્ર મોદીની માતા હીરાબહેન છે જેઓ પોતાના ઘરમાં દિવાળી મનાવી રહ્યાં છે. હીરાબહેન આત્મવિશ્વાસ અને સહજતાનું જીવતું જાગતું ઉદાહરણ છે.”
નવી દિલ્હીઃ એક વૃદ્ધ મહિલાનો વીડિયો પોસ્ટ કરવા અંગે ટ્વિટર યુઝર્સે પુડ્ડુચેરીના રાજ્યપાલ કિરણ બેદીને લપેટામાં લીધા છે. બેદીએ શુક્રવારે એક વીડિયો પોસ્ટ કરતાં મહિલાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબહેન છે તેમ જણાવ્યું હતું. જેઓ પોતાના ઘરમાં દિવાળી મનાવી રહ્યાં છે. જો કે જ્યારે યુઝર્સે વાયરલ વીડિયો પર રિએકશન આપ્યાં તો બેદીને પોતાની ભૂલનો અહેસાસ થયો. જે બાદ તેઓએ માન્યું કે મને ખોટી ઓળખ જણાવવામાં આવી હતી, પરંતુ શક્તિશાળી માતાના જુસ્સાને સલામ કરૂ છું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -