પાકિસ્તાન પર ભડક્યા રાજનાથ, કહ્યું- ‘કોઈએ માનું દૂધ નથી પીધું જે કાશ્મીરને ભારતથી અલગ કરી શકે’
ઉલ્લેખનીય છે કે શનિવારે બારામૂલમાંથી લશ્કરના બે આતંકીઓ પકડાયા હતા. તેઓ પાકિસ્તાનથી આતંકની ટ્રેનિંગ લઇને ભારત આવ્યા હતા. આ આતંકી દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઇકમિશનમાંથી વીઝા લઇને ગયા હતા અને વાઘા-અટારી બોર્ડરથી પરત આવ્યા હતા. બારામૂલમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપે તે પહેલાં જ તેમને પકડી લેવામાં આવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગૃહમંત્રીએ અલગરતલામાં એક જનસભાને સંબોધતા કહ્યું કે, પડોશી રાષ્ટ્રનું કાવતરું સફળ નહીં થાય. પાકિસ્તાન હંમેશા ભારતને પરેશાન કરવા, તોડવા અને અસ્થિર કરવાની કોશિશ કરતું રહ્યું છે. તેઓ કહે છે કે કાશ્મીરને ભારતથી અલગ કરી દઇશું. કોઇએ માનું દૂધ નથી પીધું જે કાશ્મીરને ભારતથી અલગ કરી દે.
અગરતલા (ત્રિપુરા): ગૃહમંત્રી રાજનાથ સિંહે કાશ્મીરમાં આતંક મચાવતા પડોશી રાષ્ટ્ર પાકિસ્તાનને કહ્યું કે, ‘તેઓ કાશ્મીર પર ખરાબ નજર ન કરે. કોઈએ માનું દૂધ નથી પીધું જે કાશ્મીરને ભારતથી અલગ કરી શકે. કાશ્મીર અમારું હતું, છે અને રહેશે.’
- - - - - - - - - Advertisement - - - - - - - - -