ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડ સાથે સંકળાયેલી 5 અજાણી વાતો, જાણો શું છે ખાસ
ત્રિપુરાઃ (1) ત્રિપુરા ભારતનું ત્રીજું સૌથી નાનું રાજ્ય છે. તે માત્ર 10,491 વર્ગમાં ફેલાયેલું છે. આ રાજ્યની રેલવે લાઇન માત્ર 66 કિમીમાં ફેલાયેલી છે. (2) બંગાળી અને કોક બોરોક (ત્રિપુરી ભાષા) અહીંયાની મુખ્ય ભાષા છે. મોટાભાગના લોકો બાંગ્લા ભાષાનો વધારે ઉપયોહ કરે છે. (3) અહીંયા પહેતા લોકોનો મુખ્ય ઉદ્યોગ હેન્ડલૂમ છે. (4) ત્રિપુરામાં દુર્ગાપૂજા મુખ્ય તહેવાર છે. (5) ત્રિપુરામાં મુખ્ય પર્યટન કેન્દ્ર અગરતલા, ઉદયપુર, ત્રિપુરા સુન્દરીનું મંદિર, નીલ મહેલ, જાપપુઈ હિલ, સેફાઝાલા, પિલક અને મહામુનિ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ મેઘાલય, ત્રિપુરા અને નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણી પરિણામોની ગણતરી ચાલુ થઈ છે. પ્રારંભિક વલણમાં ત્રણેય રાજ્યોમાં ભાજપને ફાયદો થઈ રહ્યું હોવાનું જાણવા મળે છે. આ ત્રણેય રાજ્યોની શું વિશેષતા છે તે જાણીએ.
નાગાલેન્ડઃ (1) મેઘાલયની જેમ નાગાલેન્ડ પણ પહેલા આસામનો હિસ્સો હતો. (2) ભારતની આઝાદી દરમિયાન નાગાલેન્ડના નાગા લોકો તેનો વિકાસ ઈચ્છતા હતા. તેથી આઝાદી બાદ નાગાલેન્ડને ભારતના 16મા રાજ્ય તરીકે 1 ડિસેમ્બર 1963ના રોજ માન્યતા આપવામાં આવી. (3) નાગાલેન્ડમાં અંગામી, જાઓ, ચખેંસગ, ચાંગ, દિમાસા કચારી, ખિયમનિંગાન, કોનયાક, લોથા. ફોમ, પોચુરી, રેંગમા, સંગતમ, સૂમી, ઇંચુંગેર, કુકી અને જેલિયાંગ મુખ્ય જાતીઓ છે. (4) નાલાલેન્ડમાં ટૂરિસ્ટ માટે ટ્રેકિંગ, રોક ક્લાઇબિંગ, જંગલ કેમ્પિંગ જેવી એડવેન્ચરથી ભરપૂર રમતો છે. (5) નાલાલેન્ડમાં સૌથી ઊંચો પર્વત માઉન્ટ સરામતિ છે, જે સમુદ્ર સપાટીથી 3840 મીટર ઊંચાઈ પર આવેલો છે.
મેઘાલયઃ (1) મેઘાલય ટ્રેકિંગ, કેવિંગ, રોક ક્લાઇબિંગ, હેન્ડ ગ્લાઇડિંગ અને વોટર સ્પોર્ટ્સ જેવા અનેક એડવેન્ચરોથી ભરપૂર રમતો માટે જાણીતું છે. (2) મેઘાલયની રાજધાની શિલોંગને ‘સ્કોટલેન્ડ ઓફ ધ ઇસ્ટ’ નામથી ઓળખવામાં આવે છે. (3) મેઘાલય પહેલા આસામનો જ હિસ્સો હતો પરંતુ 21 જાન્યુઆરી 1972થી ખાસી, ગારો અને જૈતિયા હિલ્સ જિલ્લાનો સમાવેશ કરીને મેઘાલય રાજ્ય બની ગયું હતું. (4) મેઘાલયની સત્તાવાર ભાષા ઇંગ્લિશ છે. જે બાદ ખાસી, પનાર અને ગારો મુખ્ય ભાષા છે. (5) મેઘાલયનો 70 ટકા હિસ્સો જંગલ છે. આ કારણે તે એશિયાનો સૌથી ઉપજાઉ વનસ્પતિ સ્થાન માનવામાં આવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -