PM મોદી, 10 CM, 40 મંત્રીઓ અને 500 સાંસદ-MLA, આ રીતે બીજેપીએ કબ્જે કર્યો કર્ણાટકનો કિલ્લો, જાણો વિગતે
નોંધનીય છે કે, કર્ણાટક ચૂંટણીમાં આ વખતે પૈસા પણ ખુબ વપરાયા, રેકોર્ડ 171 કરોડ રૂપિયાની જપ્તી થઇ. ગઇ ચૂંટણીમાં માત્ર 13 કરોડની જપ્તી થઇ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતે સમયે સત્તામાં રહેલી બીજેપી 19.9 ટકા મત મેળવવા છતાં માંત્ર 40 બેઠકો પર જ સમેટાઇ ગઇ હતી. વળી, 20.19 ટકા મત મેળવીને જેડીએસ 40 બેઠકો પર કબ્જો જમાવવામાં સફળ રહી હતી.
ઉલ્લેખનીય છે કે, 2013માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી હતી અને સરકાર બનાવી હતી. કોંગ્રેસે 36.5 ટકા મત મેળવીને 122 બેઠકો પર કબ્જો જમાવ્યો હતો અને સિદ્ધારમૈયા મુખ્યમંત્રી બન્યા હતા.
રાહુલે 55 હજાર કીમીની યાત્રા કરી, વળી સોનિયા ગાંધી કર્ણાટકમાં બે વર્ષ બાદ પ્રચારમાં ઉતર્યા પણ કામ લાગ્યું નહીં.
બીજીબાજુ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 20 રેલીઓ અને 40 રૉડ શો કર્યા. મોદીની તુલનામાં રાહુલે બેગણું વધુ અંતર કાપ્યું હતું
વળી, બીજેપીએ 40 કેન્દ્રીય મંત્રીઓ, 500 સાંસદ- ધારાસભ્યો અને 10 મુખ્યમંત્રીઓને કર્ણાટકના ચૂંટણી પ્રચાર મેદાનમાં ઉતાર્યા હતા.
બીજેપી અધ્યક્ષ અમિત શાહે પણ ચૂંટણી પ્રચારમાં પાછળ નથી રહ્યાં તેમને 27 રેલીઓ કરી અને 26 રૉડ શૉ કર્યા હતાં.
વડાપ્રધાન મોદીએ કર્ણાટકમાં 21 રેલીઓ કરી, બે વાર નમો એપથી કાર્યકર્તાઓને સંબોધ્યા. લગભગ 29 હજાર કિમીની યાત્રા કરી. જોકે, ગુજરાત અને ઉત્તરપ્રદેશની જેમ આ વખતે મોદી ધાર્મિક સ્થળ પર નથી ગયા.
નવી દિલ્હીઃ કર્ણાટકની ચૂંટણી બીજેપી જીતી ગઇ છે અને આ માટે બીજેપીએ જબરદસ્ત પ્લાન અને રણીનિતી ઘડી હતી. કર્ણાટક જીતવા માટે કોંગ્રેસ અને જેડીએસની સરખામણીમાં બીજેપી બેગણી તાકાત સાથે ચૂંટણી પ્રચારમાં ઉતરી હતી અને તેની અસર ચૂંટણીમાં પણ દેખાયો. 2013 વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કરતાં 100 થી વધુ બેઠકો પર જીત નોંધાવી દીધી. કેટલાક મોટા નેતાઓ, મંત્રીઓ આ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા અને કોંગ્રેસને પોતાના જ ગઢમાં માત આપી દીધી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -