કુલભૂષણની માતા અને પત્નીને મળવાની પાકિસ્તાને આપી મંજૂરી, 25 ડિસેમ્બરે થઈ શકે છે મુલાકાત
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા વિદેશ રાજ્ય મંત્રી વીકે સિંહે કહ્યું હતું કે, કુલભૂષણ જાધવની પત્ની પાકિસ્તાન જવાની સ્થિતિમાં તેની સુરક્ષાને લઈ હજુ સુધી કોઈ ગેરંટી આપી નથી. ભારતે આ મામલે તેની પત્ની અને માતાની સુરક્ષાની માંગ કરી છે. ભારતે પાકિસ્તાન પાસે જાસૂસી આરોપમાં જેલમાં બંધ કુલભૂષણ જાધવની પત્ની અને માતાને મંજૂરી આપવાની સ્થિતિમાં સુરક્ષાની સંપૂર્ણ ગેરંટી આપવાની માંગ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ પાકિસ્તાનની જેલમાં બંધ ઈન્ડિયન નેવીના પૂર્વ ઓફિસર કુલભૂષણ જાધવ સાથે મુલાકાત કરવા માટે તેની માતા અને પત્નીને પાકિસ્તાને મંજૂરી આપી દીધી છે. પાકિસ્તાન મીડિયાના કહેવા મુજબ કુલભૂષણની માતા અને તેની પત્નીની 25 ડિસેમ્બરે અહીંયા મુલાકાત થઈ શકે છે. આ બંનેની સાથે ભારતીય હાઇકમિશનના અધિકારીઓ પણ સાથે હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે પાકની મિલિટ્રી કોર્ટે જાધવને જાસૂસી અને દેશ વિરોધી ગતિવિધિના આરોપમાં ફાંસીની સજા સંભળાવી છે. જાધવને ઈરાનની પકડીને ત્યાં લાવવામાં આવ્યો હોવાનો ભારતનો આરોપ છે. ઈન્ડિયન નેવીમાંથી નિવૃત્ત થયા બાદ તે ઈરાનમાં બિઝનેસ કરતો હતો. જાધવને બલુચિસ્તાનમાંથી 3 માર્ચ, 2016ના રોજ એરેસ્ટ કરવામાં આવ્યો હોવાનો પાકિસ્તાનનો દાવો છે. પાકિસ્તાને જાધવ પર બલુચિસ્તાનમાં અશાંતિ ફેલાવવાનો અને જાસૂસીનો આરોપ લગાવ્યો છે. ઈન્ટરનેશનલ કોર્ટ(ICJ)માં ભારત વતી સીનિયર એડવોકેટ હરીશ સાલ્વેએ 8 મેના રોજ પિટીશન દાખલ કરી કહ્યું હતું કે, ભારતના પક્ષમાં મેરિટ તપાસતા પહેલા જાધવની ફાંસી પર રોક લગાવવામાં આવે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -