દિલ્હીઃ કુલભૂષણની માતા અને પત્નીએ વિદેશ મંત્રી સુષમા સ્વરાજ સાથે કરી મુલાકાત
જાસૂસીના કહેવાતા આરોપમાં પાક.માં મોતની સજા પામેલા ભારતીય નૌકાદળના માજી અધિકારી કુલભૂષણ જાધવે સોમવારે તેમની માતા અવંતી અને પત્ની ચેતંકુલ સાથે મુલાકાત કરી. લગભગ 22 મહિના બાદ 30 મિનિટ માટે એક મા પોતાના પુત્રને અને પત્ની પોતાના પતિને મળી. પરંતુ આ માત્ર દેખાવ હતો. કારણ કે પુત્ર પોતાની માના ચરણસ્પર્શ કરી શક્યો નહીં તો પત્ની પતિને બરાબર નીહાળી શકી નહીં. આ મુલાકાત દરમિયાન વચ્ચે પારદર્શી કાચ હતો. વાત પણ ફોન દ્વારા થઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુલાકાત ખંડની બહાર પાકિસ્તાની રેન્જર્સ, ત્રાસવાદ વિરોધી ટુકડી અને શાર્પ શૂટરને પણ છત પર તહેનાત કરવામાં આવ્યા હતા. મુલાકાત બાદ પાકિસ્તાને એક વીડિયો બહાર પાડ્યો છે જેમાં કુલભૂષણ કહે છે કે મેં પત્ની અને માતા સાથે મુલાકાતની વિનંતી કરી હતી. આ ભવ્ય સમારંભ માટે પાકિસ્તાની સરકારનો હું આભારી છું.
પાકિસ્તાને આ મુલાકાતની એક એક ક્ષણ રેકોર્ડ કરી છે. જે રૂમમાં જાધવ પોતાની માતા અને પત્નીને મળ્યા ત્યાં ત્રણ ટીવી કેમેરા અને બે સીસી ટીવી કેમેરા હતા. તેનો હેતુ ચહેરાના એક-એક ભાવને રેકોર્ડ કરવાનો હતો જેથી ઇશારામાં કોઈ વાત ન થઈ જાય. ઇન્ટરકોમ દ્વારા થયેલી વાતચીત પણ રેકોર્ડ કરાઈ છે.
નવી દિલ્હીઃ પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય કેદી કુલભૂષણ જાધવ સાથે સોમવારે મુલાકાત કર્યા બાદ તેની માતા અને પત્ની આજે સવારે ભારત પરત ફર્યા હતા. જે બાદ આજે બપોરે તેમણે વિદેશ મંત્રી સુષમા સ્વરાજના નિવાસ સ્થાને મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન વિદેશ સચિવ એસ જયશંકર અને વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમાર પણ હાજર રહ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -