BJP માટે માથાનો દુઃખાવો બનેલો 'બાહુબલિ' સેંગર કોણ છે? દરેક વાર પાર્ટી ને બેઠક બદલવા છતાં જીતે છે, જાણો વિગત
જોકે તેના પર રેપના આરોપ લાગ્યા બાદ તેણે કહ્યું કે, આ રાજનીતિક રીતે પ્રેરિત છે અને તેમાં કોઈ સત્ય નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉન્નાવ જિલ્લાની દરેક વિધાનસભા સીટમાં બ્રાહ્મણ મતદાતા 20થી 22 ટકા છે. ત્યાર બાદ મુસ્લિમ મતદાતા આવે છે અને ત્રીજા નંબર પર ઠાકુર છે. સેંગરની ઓળખ સ્થાનીક લોકોને આર્થિક મદદ પહોંચાડવા તરીકે થાય છે. મીડિયા અહેવાલ અનુસાર સેંગર પોતાના વિધાનસભા ક્ષેત્રમાં યુવતીઓના લગ્નમાં ઓછામાં ઓછા 10 હજાર રૂપિયાની મદદ કરે છે.
મીડિયા અહેવાલ અનુસાર, સેંગરને મુસલમાનોના વોટ પણ મળતા રહ્યા છે. જે તે જિલ્લાના સૌથી પ્રભાવશાળી ઠાકુર નેતા છે. ઠાકુર, મુસ્લિમ અને અન્ય સવર્ણોના વોટથી સેંગર ચૂંટણી જીતી રહ્યા છે. જોકે બ્રાહ્મણોના વોટ અહીં વહેંચાઈ જાય ચે પરંતુ સેંગર ઠાકુરોના પોતાની સાથે રાખવામાં સફળ રહ્યા છે. એવામાં સેંગર માટે ચૂંટણી જીતવું સરળ થઈ જાય છે.
જ્યારે કુલદીપ સિંહ સેંગર સમાજવાદી પાર્ટીમાં હતા ત્યારે તેની પત્ની સંગીતા જિલ્લા પંચાયતની ચેપર્સન તરીકે ચૂંટાઈ આવી હતી. સેંગરના ભાઈ મનોજ બ્લોક પ્રમુખ રહ્યા છે. કહેવાય છે કે, કુલદીપ સિંહ સેંગરને કુંડાના અપક્ષ ધારાસભ્ય રાજા ભૈયાના ખાસ નજીકના ગણવામાં આવે છે.
મીડિયા અહેવાલ અનુસાર 2017માં કુલદીપ સિંહ સેંગર ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા અને પાર્ટીએ તેને બાંગરમઉથી ઉમેદવાર બનાવ્યા. ભાજપે તેની સીટ ભગવંત નગરથી બદલીને બાંગરમઉ કરી હતી અને ભગવંત નગરથી હૃદય નારાયણ દીક્ષિતને ઉમેદવાર બનાવ્યા હતા.
બાદમાં કુલદીપ સિંહ સેંગરે બાંગરમઉથી સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી અને જીત પણ મેળવી. ત્યાર બાદ 2002માં તે સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ભગવંત નગર વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડી અને જીત પણ મેળવી.
અહેવાલ અનુસાર સેંગર બ્રાહ્મણ બહુમતી જિલ્લા ઉન્નાનથી પ્રભાવશાળી ઠાકુર નેતા છે. 51 વર્ષના સેંગરે 2002માં રાજનીતિમાં ઝંપલાવ્યું. ત્યારે સેંગર બહુજન સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ઉન્નાવથી ચૂંટણી જીત્યા હતા. 2007માં સેંગરે વિધાનસભા ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયા.
નોંધનીય છે કે કુલદીપ સિંહ સેંગરની ઓળક એક પાર્ટીબદલુ તરીકેની છે. અહેવાલ અનુસાર ચાર વખત ધારાસભ્ય રહેલ સેંગરે અનેક વખત પક્ષ અને વિધાનસભા સીટ પણ બદલી છે.
નવી દિલ્હીઃ યૂપીના બાંગરમઉથી ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર પર ગેંગરેપનો આરોપ છે જેના કારણે યોગી સરકારની બધી બાજુથી ટીકાઓ થઈ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -