માલ્યા વિવાદમાં કુદ્યો ભાગેડુ લલિત મોદી, કહ્યું- અરુણ જેટલીને છે જુઠ્ઠુ બોલવાની આદત
પૂર્વ આઇપીએલ કમિશનર લલિત મોદી પર આઇપીએલના ઠેકા લેવામાં રિશ્વત લેવા, મની લૉન્ડ્રિંગનો આરોપ છે. તે ભારતમાંથી 2010થી ફરાર છે અને તેના લંડનમાં હોવાની વાતો અવારનવાર સામે આવતી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે, ભાગેડુ વિજય માલ્યાએ લંડનમા દાવો કર્યો હતો કે તે ભારત છોડતા પહેલા સેટલમેન્ટ માટે નાણામંત્રી અરુણ જેટલીને મળ્યો હતો. તેના આ દાવાઓ બાદ ભારતીય રાજનીતિમાં ભૂકંપ આવી ગયો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને કહ્યું કે, આ મામલે ઉચ્ચસ્તરીય તપાસ કરાવવામાં આવે. તેમને કહ્યું કે, તપાસ પુરી થાય ત્યાં સુધી જેટલી પદ પરથી રાજીનામુ આપી દે.
લલિત મોદીએ વિજય માલ્યાની જેટલી સાથેની કથિત મુલાકાત પર કહ્યું કે, જેટલી કેમ ના પાડી રહ્યાં છે જ્યારે લોકો આ વાતને જાણી ચૂક્યા છે. અરુણ જેટલીને જુઠ્ઠુ બોલવાની આદત છે. તમે એક સાપ પાસે શું આશા રાખી શકો છો. તેને પોતાના ટ્વીટમાં અરુણ જેટલી અને વિજય માલ્યાને પણ ટેગ કર્યા છે.
નવી દિલ્હીઃ ભારતમાં ભાગડુ જાહેર થયેલો દારુનો બિઝનેસમેન વિજય માલ્યા બાદ હવે બીજો એક ભાગેડુ લલિત મોદીએ નાણામંત્રી અરુણ જેટલીને પર નિશાન સાધ્યું છે. લલિત મોદીએ ટ્વીટ કરીને માલ્યાના દાવાઓને સાચા ગણાવ્યા છે. મોદીએ જેટલીની સરખામણી સાપ સાથે કરતાં કહ્યું કે, અરુણ જેટલીને જુઠ્ઠુ બોલવાની આદત છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -