બિહારની ઈંટોથી અયોધ્યામાં રામ મંદિર બનાવીશું, જાણો ક્યા દિગ્ગજ નેતાના દીકરાએ કર્યું એલાન
તેજપ્રતાપે તમામ ધર્મોના લોકોને સાથે રાખીને બિહારથી એક એક ઈંટ યુપી લઈ જઈશું અને રામ મંદિર બનાવવાની વાત કરી ત્યારે જ બિહાર અને દેશમાંથી ભાજપ અને RSSનો ખાત્મો થશે તેમ જણાવ્યું. આ ઉપરાંત તેજપ્રતાપે કહ્યું કે, 2019ની ચૂંટણીમાં RJD કિંગમેકરના રૂપમાં સામે આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલાં તેજપ્રતાપ યાદવે શીતલાષ્ટમી મેળામાં દંગલ હરિફાઈનો શુભારંભ કરાવ્યો હતો. બિહારના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી તેજપ્રતાપે શંખનાદ અને વાંસળી વગાડીને ભાષણની શરૂઆત કરી હતી. તેઓએ RSS અને ભાજપ પર નિશાન સાધતાં કહ્યું કે, આ લોકો વોટ મેળવી લીધા બાદ મંદિરનો મુદ્દો ભૂલી જાય છે. આ વખતે RJD જો બિહારમાં સત્તા પર આવી તો અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે.
નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો વિરોધ કરનારા આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવના દીકરા અને પૂર્વ મંત્રી તેજપ્રતાપે ચોંકવનારું નિવેદન આપ્યું છે. તેજપ્રતાપ યાદવે સીએમ નીતીશ કુમારના ગૃહ જિલ્લા નાલંદની એક સભામાં કહ્યું કે, તે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરશે. શુક્રવારે નાલંદા જિલ્લાના મધડા ગામાં આયોજિત શીતલાષ્ટમી મેળામાં તેજપ્રતાપ યાદવે કહ્યું કે જો હવે પછી બિહારમાં આરજેડીની સરકાર બનશે તો અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરીશું. તેમણે કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવા માટે તે બિહારમાંથી એક-એક ઇંટ ઉત્તર પ્રદેશમાં લઈ જશે અને રામ મંદિર બનાવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -