લાલુ પ્રસાદનો દીકરો પરણશે 'ઐશ્વર્યા રાય'ને, કોણ છે આ ઐશ્વર્યા?
ઉલ્લેખનીય છે કે બિહારમાં લાંબા સમય પછી કોઈ મોટા રાજકીય પરિવારોમાં લગ્ન થઇ રહ્યા છે. આ પહેલા લાલુના પરિવારમાં તેમની નાની દીકરી રાજલક્ષ્મીના લગ્ન સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમસિંહના પૌત્ર તેજપ્રતાપ સાથે થયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેટલાક રિપોર્ટ્સ તો એવું પણ જણાવે છે કે તેજપ્રતાપ અને ઐશ્વર્યાના લગ્ન માટે પટનાની વેટેનરી કોલેજનું ગ્રાઉન્ડ પણ બુક કરાવવામાં આવ્યું છે.
જણાવવામાં આવે છે કે ઐશ્વર્યાને ઝીંસી નામથી પણ ઓળખવામાં આવે છે. તેના નામની પાછળ એક રસપ્રદ કારણ છે.
પટના: ઘણાં સમયથી રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુપ્રસાદ યાદવ અને રાબડી દેવીના મોટા પુત્ર તેજસ્વીના લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે. તેને લઈને ઘણા સવાલો કરવામાં આવી રહ્યા છે. પરંતુ હવે આ સવાલોનો જવાબ મળી ગયો છે. લાલુપ્રસાદ યાદવના મોટા દીકરા તેજપ્રતાપને તેની દુલ્હન મળી ગઈ છે.
ઐશ્વર્યાનું નામ ઝીંસી એટલા માટે પડ્યું, કારણ કે જે દિવસે તેનો જન્મ થયો હતો તે દિવસે હળવો વરસાદ પડી રહ્યો હતો. જેને બિહારમાં ઝીંસી કહેવામાં આવે છે.
સુત્રો પ્રમાણે, 18 એપ્રિલના રોજ તેજપ્રતાપની રિંગ સેરેમની યોજવામાં આવશે અને મે મહિનામાં તેના લગ્ન યોજાશે. તેજપ્રતાપના લગ્ન આરજેડીના ધારાસભ્ય ચંદ્રિકા રાયની દીકરી સાથે થવાની ચર્ચા હતી, જે હવે સ્પષ્ટ થઈ ગયું છે. તેની પર ચંદ્રિકા રાયે પણ મહોર લગાવી દીધી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંનેની સગાઈ 18 એપ્રિલના રોજ પટનામાં જ કરવામાં આવશે. સગાઈ માટે પટનાની મૌર્ય હોટલ બુક કરવામાં આવી છે. ઐશ્વર્યાનું સ્કૂલિંગ પટનામાં થયું હતું. ત્યારબાદ આગળના ભણતર માટે તે દિલ્હી ગઈ હતી.
તેજપ્રતાપ યાદવના લગ્ન ઐશ્વર્યા રાય સાથે થવાના છે. તેઓ 12મેના રોજ ઐશ્વર્યા સાથે સાત ફેરા ફરીને લગ્નગ્રંથીથી જોડાશે. આ લગ્ન રાજકીય પરિવારમાં જ થઈ રહ્યા છે. ઐશ્વર્યા સારણની પરસા સીટ પરથી આરજેડીના ધારાસભ્ય ચંદ્રિકા રાયની પુત્રી છે. ઐશ્વર્યાના દાદા બિહારના પહેલા યાદવ મુખ્યમંત્રી દરોગા પ્રસાદ રાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -