Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
મોદી સરકાર શરૂ કરવા જઈ રહી છે ધો.૬થી પાસ-ફેઇલની નીતિ, કાયદા મંત્રાલયે આપી મંજૂરી
એચઆરડી મંત્રાલય તરફથી પ્રસ્તાવિત સંશોધનમાં જણાવેલ છે કે, ધોરણ-પ સુધી કોઇપણ વિદ્યાર્થીને ન તો ફેઇલ કરવામાં આવે કે ન તો બીજા ધોરણમાં લઇ જવામાં આવે. તેને કલમ-૩૮ની ઉપકલમ નાખવાને મંજુરી આપી છે પરંતુ કાયદા મંત્રાલયે આ પ્રસ્તાવ પર વાંધો ઉઠાવ્યો છે અને જે હેઠળ કહેવાયુ છે કે બ્લોક લેવલ પર એક સરકારી અધિકારીને પાછળ છુટેલ વિદ્યાર્થીનો રેકોર્ડ રાખવા નિયુકત કરવામાં આવે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાસ-ફેઇલ સિસ્ટમને ફરીથી શરૂ કરવા અનેક રાજયોની માંગણી બાદ ર૦૧પમાં સરકારે એક કમીટીની રચના કરી હતી. પેનલે નો-ડીટેન્શન પોલીસીમાં નકારાત્મક પ્રભાવને માન્યુ હતુ. સાથોસાથ ૯માં ધોરણમાં મોટી સંખ્યાઓમાં છાત્રોને ફેઇલ કરવાની રાજય સરકારની ચિંતાઓનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેના પર કાયદા મંત્રાલયે આરટીઇ એકટની કલમ-૧૬માં ફેરફારો કરવાને લઇને સવાલો અંગે લખ્યુ હતુ.
ફેઇલ ન કરવાનો નિયમ આરટીઇ કાયદાની કલમ ૧૬ હેઠળ છે અને સ્કુલોએ ૮માં ધોરણ સુધી વિદ્યાર્થીઓને કાઢી મુકવા કે, અટકાવવાથી મનાઇ હોય છે. ચાર વર્ષ પહેલા ર૦૧રમાં એચઆરડી તરફથી જણાવાયુ હતુ કે, નો-ડીટેન્શન નીતિ બનાવવામાં આવી છે કારણ કે કાયમ પરીક્ષાઓ ઓછા માર્ક લાવવાવાળા છાત્રોને બહાર કરી મુકવા કે પછી પાછળ કરી દેવાનુ કામ કરે છે. એક વખત ફેઇલ જાહેર બાળક કાં તો ગ્રેડ દોહરાવે છે અથવા તો સ્કુલ છોડી દયે છે. એક છાત્રને એક જ ધોરણમાં ફરીથી ભણવાનુ નિરાશ કરતુ હોય છે.
નવી દિલ્હીઃ કાયદા મંત્રાલયે ધો.૬થી પાસ-ફેઇલની સિસ્મટ ફરીથી લાવવા માટે માનવ સંસાધન મંત્રાલય (એચઆરડી)ના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. અંગ્રેજી સમાચારપત્રના અહેવાલ અનુસાર ડિટેન્શન પોલીસીમાં ફેરફારને પણ મંજૂરી આપવામાં આવી છે. એચઆરડી મંત્રાલયને મોકલવામાં આવેલ નોટમાં કાયદા મંત્રાલયે શિક્ષણના અધિકાર (આરટીઇ) કાયદામાં સુચવવામાં આવેલા ફેરફારોનુ સમર્થન કર્યુ છે. આ નોટમાં એવુ સુચન પણ અપાયુ છે કે, એચઆરડી મંત્રાલયે આરટીઇ કાયદામાં સુધારા માટે ડ્રાફટ બીલ તૈયાર કરવુ જોઇએ. અત્રે એ નોંધનીય છે કે હાલ ધો.૮ સુધી છાત્રોને ફેઇલ નહી કરવાનો નિયમ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -