મોદી 8 નવેમ્બરે 500 અને 1000 રૂપિયાની નોટો રદ કરવાના નહોતા પણ અચાનક કેમ કરવી પડી જાહેરાત? ટોચના અધિકારીએ કર્યો ધડાકો
તેમણે કહ્યું કે નોટબંધીના કારણે ત્રણ મહિના સુધી રોકડની અછત રહેશે પણ એ પછી પરિ સ્થિતિ ધીમેધીમે સામાન્ય થઇ જશે. તેમણે એમ પણ કહ્યું કે ભ્રષ્ટાચારથી દેશના અર્થતંત્રને અસર થઇ રહી છે અને નોટબંધીના નિર્ણયથી તેને ફાયદો થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે એમ પણ જણાવ્યું છે કે નોટબંધીથી ત્રીજા અને ચોથા ત્રિમાસિક ગાળાના જીડીપીમાં ઘટાડો થઇ શકે છે. આ કબૂલાત બહુ મોટી છે કેમ કે આ રીતે પહેલી વાર કોઇ સરકારી અધિકારીએ એ બાબત સ્વીકારી છે કે નોટબંધીથી જીડીપીમાં ઘટાડો થશે. સરકાર આ દાવાને નકારી ચૂકી છે.
તેમણે કહ્યું કે એક વાર રીયલ એસ્ટેટ સેકટર પારદર્શી થઇ જાય તે પછી સ્ટેમ્પ ડયુટીમાં પણ ઘટાડો કરવામાં આવશે. સરકાર હાલ રિયલ એસ્ટેટના તમામ બેનામી વ્યવહારો ઉપર નજર રાખી રહી છે. રિયલ એસ્ટેટ સેકટરમાં ભાવો ઘટશે અને રિયલ એસ્ટેટમાં બેનામી લેવડ-દેવડ ઉપર રોક લગાવવામાં આવશે.
તેમણે જણાવ્યું કે લાંબા ગાળે નોટબંધીથી અર્થતંત્રને ફાયદો થશે અને હવે પછીનાં વર્ષોમાં જીડીપીમાં વધારો થશે. તેમણે એમ પણ કહ્યું કે, સોના પરની કસ્ટમ ડયુટી ઘટાડવાથી વ્યવહારો ચોખ્ખા થશે કેમ કે ઉંચી કસ્ટમ ડયુટીથી સોનાની દાણચોરી વધતી હતી. રિયલ એસ્ટેટમાંથી કાળુ નાણુ નાબુદ થશે તેવી મને આશા છે.
પનગઢિયાએ જણાવ્યું છે કે મારા માનવા મુજબ રૂપિયા 2000ની નવી નોટ ઓનલાઇન લીક થઇ જતાં મોદીએ પોતાનો પ્લાન બદલવો પડ્યો હતો. 500 અને 1000 રૂપિયાની નોટો રદ કરવાનો જે પ્લાન મોડેથી જાહેર કરવાનો હતો તે પ્લાન વહેલો જાહેર કરવાની નરેન્દ્ર મોદીને ફરજ પડી હતી.
નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 500 અને 1000 રૂપિયાની નોટો રદ કરી તેના કારણે અરાજકતા વ્યાપેલી છે ત્યાં નીતિ આયોગના વાઇસ ચેરમેન અરવિંદ પનગઢિયાએ મોટો ધડાકો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે મોદીને 8 નવેમ્બરે 500 અને 1000 રૂપિયાની નોટો રદ કરી નાખવાની જાહેરાત કરવાની ફરજ પડી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -