અરૂણ જેટલીએ સંસદમાં રજૂ કર્યું આર્થિક સર્વેક્ષણઃ 2017-18માં વિકાસ દર 6.75-7.50% રહેવાનો અંદાજ
ઇકોનોમિક સર્વે અર્થવ્યવસ્થાનો આધિકારીક રિપોર્ટ હોય છે અને આ ડોક્યુમેન્ટને બજેટ સેશન દરમ્યાન સંસદના બન્ને ગૃહોમાં રજૂ કરવામાં આવે છે. ઇકોનોમિક સર્વે દેશની ઇકોનોમી માટે ભવિષ્યમાં બનાવાતી સ્કીમ્સ અને પોલિસી માટે એક આધાર હોય છે. તેમાં દેશની ઇકોનોમી અને પોલિસી સાથે જોડાયેલી ચેલેન્જની ડિટેલ હોય છે. સરકાર તેમાં ઇકોનોમીમાં તેજી કે સુસ્તીના કારણો દર્શાવે છે. સરળ શબ્દોમાં તે ભારત સરકારના ફ્લેગશિપ એન્યુઅલ ડોક્યુમેન્ટ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસર્વેમાં આ વર્ષે એગ્રીકલ્ચર સેકટરમાં 4.1 ટકાના ગ્રોથનું અનુમાન લગાવાયું છે. જે 2015-16ના ગ્રોથથી 2.8 ટકા વધુ છે. વર્ષ 2015-16માં આ સેકટરનો ગ્રોથ 1.2 ટકા હતો, જ્યારે વર્ષ 2014-15માં એગ્રીકલ્ચર, ફોરેસ્ટ્રી અને ફિશિગમાં ગ્રોથ રેટ નેગેટિવમાં 0.2 ટકા હતો.
સર્વેએ દેશમાં ગરીબીને હટાવવા માટે એક યૂનિવર્સલ બેઝિક ઇનકમ સ્કીમ લાવવાની ભલામણ કરી છે. હાલ જે સોશ્યલ વેલફેર સ્કીમ ચલાવાઇ રહી છે. તેનો લાભ લાભાર્થીઓને યોગ્ય સમયે મળે, તેના માટે આ પ્રકારની યૂનિવર્સલ બેઝિક ઇનકમ સ્કીમને લાવવી જોઇએ. એટલે કે સરકાર જરૂરીયાતમંદોના ખાતામાં એક નિશ્ચિત રકમ નાંખશે. સર્વે અનુસાર યૂનિવર્સલ બેઝિક ઇનકમના પ્રિન્સિપલ યૂનિવર્સલ કોઇ શરત વગર હોવી જોઇએ. જો કે તેને લાગૂ કરવાની ચેલેન્જ પણ છે.
ગ્લોબલ ટ્રેડમાં તણાવ વધવાની પણ ગ્રોથ પર અસર પડવાની સંભાવના છે યૂનિવર્સલ બેઝિક ઇનકમના આઇડિયા પર ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. ઓઇલની કિંમતોમાં તેજીથી નાણાંકીય વર્ષ 2018માં ગ્રોથ પર અસર પડશે. રોકડનાં ઘટાડાથી એગ્રીકલ્ચર પ્રોડક્શનનો સપ્લાય પ્રભાવિત થશે. નોટબંધીની અસર નાણાંકીય વર્ષ 2017-18માં જીડીપી ગ્રોથ પર જોવા મળશે. જીડીપી ગ્રોથ અનુમાનના 3 રિસ્ક દર્શાવાયા છે.
આર્થિક સર્વેમાં 2017-18નો વિકાસ દર 6.75થી 7.5 ટકા રહેવાનો અંદાજ રાખવામાં આવ્યો છે. 2016-17માં જીડીપી ઘટીને 6.5 ટકા પર રહેશે. વિતેલા વર્ષે આ આંકડો 7.6 ટકા રહ્યો હતો. નાણાંકીય વર્ષ 2016-17માં ઉદ્યોગ ક્ષેત્રે વિકાસ દર ઘટીને 5.2 ટકા રહેવાનો અંદાજ. વિતેલા વર્ષે આ આંકડો 7.4 ટકા હતો.
નવી દિલ્હીઃ સામાન્ય બજેટ સત્રના પ્રથમ દિવસે નાણાં પ્રધાન અરૂણ જેટલીએ આર્થિક સર્વે રજૂ કર્યું. આર્થિક સર્વે 2017-18માં દેશનો વિકાસ દર 6.75-7.5 ટકા રહેવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. સર્વેમાં શ્રમ અને ટેક્સમાં સુધારાની ભલામણ કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -