5000 કરોડના કૌભાંડીનો આક્ષેપઃ અહમદ પટેલના ઘેર મેં 25 લાખ મોકલાવેલા, અહમદ પટેલે શું કહ્યું?
જોકે, આ મુદ્દે કોંગ્રેસ અહેમત પટેલે કહ્યું કે, આ વિશે હું કાંઈપણ જાણતો નથી. કાયદાને તેનું કામ કરવા દો. પબ્લિક પ્રોસિક્યૂટર નિતેશ રાણાએ કરેલી અરજી અંગે કોર્ટે કહ્યું કે, આરોપીને વધુ 3 દિવસની કસ્ટોડિયલ પૂછપરછ માટે મોકલી આપવામાં આવે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, હાલ દિલ્હીની કોર્ટે 5 હજાર કરોડથી વધુ રકમની બેંક લોન છેતરપિંડી કૌભાંડમાં સંડોવાયેલા રણજિત મલિક ઉર્ફે જોનીના ત્રણ દિવસના રિમાન્ડ લંબાવ્યા છે. જેમાં જોનીએ કોંગ્રેસના સિનિયર નેતા અહેમદ પટેલના નિવાસસ્થાને 25 લાખ મોકલ્યા હોવાનો એકરાર કર્યો હતો.
હાલમાં રણજિત મલિક એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડીમાં છે. ઈડીએ કોર્ટમાં જણાવ્યું હતું કે, રણજિતે એવું કહ્યું હતું કે, રાકેશ ચંદ્ર નામની વ્યક્તિ મારફતે તેણે અહેમદ પટેલના 23, મધર ટેરેસા ક્રેસેન્ટ ખાતેના નિવાસસ્થાને આ રકમ મોકલી હતી.
અમદાવાદઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ પર હવે પૈસા લેવાનો આરોપ લાગ્યો છે. આ આરોપ 5 હજાર કરોડની લૉન કૌભાંડના આરોપી રણજિત મલિક ઉર્ફે જોનીએ લગાવ્યો છે. જોનીએ કહ્યું કે મેં અહેમદ પટેલના ઘરે 25 લાખ રૂપિયા મોકલાવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -