રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ચૂંટણી પંચે સોંપી નવા ચૂંટાયેલા સાંસદોની યાદી
કૉંગ્રેસ કાર્યસમિતિની મહત્વની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠકમાં લોકસભા ચૂંટણી પરિણામમાં મળેલી હારની સમીક્ષા કરવામાં આવી, બેઠકમાં યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિહં, કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિત વરિષ્ઠ નેતાઓ હાજર હતા.
એબીપી અસ્મિતા વેબ ટીમ
Last Updated:
25 May 2019 05:15 PM
મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડાએ પોતાના બંન્ને સાથી ચૂંટણી કમિશનરો અશોક લવાસા અને સુશીલ ચંદ્રા સાથે રાષ્ટ્રપતિને નવા ચૂંટાયેલા સાંસદોની યાદી સોંપી હતી. ચૂંટણી પંચે 'Due Constitution' રાષ્ટ્રપતિ સોંપ્યું હતું. જેમાં તમામ 542 સાંસદોના નામ છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે 16મી લોકસભા ભંગ કરવાના કેબિનેટના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી. 16મી લોકસભાનો કાર્યકાળ 3 જૂનના રોજ ખત્મ થઇ રહ્યો છે. તેની પ્રથમ બેઠક 4 જૂન 2014ના રોજ બોલાવવામાં આવી હતી.
વોર્કિંગ કમેટીની બેઠકમાં મીડિયા પર પણ આક્ષેપ લગાવવામાં આવ્યો. કૉંગ્રેસના નેતાઓએ કહ્યું કે મીડિયાએ એ જ બતાવ્યું જે સરકારે કહ્યું, ચૂંટણીમાં સરકારના મીડિયા તરીકે કામ કર્યું. સાથે તમામ નેતાઓએ ચૂંટણીમાં રાહુલ ગાંધીની આક્રમકતાની પ્રશંસા કરી.
વર્કિંગ કમેટીની બેઠકમાં મીડિયા પર પણ આક્ષેપ લગાવવામાં આવ્યો. કૉંગ્રેસના નેતાઓએ કહ્યું કે મીડિયાએ એ જ બતાવ્યું જે સરકારે કહ્યું, ચૂંટણીમાં સરકારના મીડિયા તરીકે કામ કર્યું. સાથે તમામ નેતાઓએ ચૂંટણીમાં રાહુલ ગાંધીની આક્રમકતાની પ્રશંસા કરી.
કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ કહ્યું, ગાંધી પરિવારમાંથી આગામી કોઈ અધ્યક્ષ ન બને. સાથે જ પ્રિયંકા ગાંધીનું નામ પણ અધ્યક્ષ માટે ન રજૂ કરવામાં આવે. રાહુલ ગાંધીએ આ બેઠકમાં કહ્યું હું અધ્યક્ષ તરીકે કામ નથી કરવા માંગતો, પાર્ટી માટે કામ કરવા માંગુ છું. આ બેઠકમાં કૉંગ્રેસ વર્કિંગ કમિટીના સદસ્યોએ પોતાની વાત રજૂ કરી હતી. સદસ્યોનું રાહુલને કહેવું છે કે તમે રાજીનામુ ન આપો. તમે કામ કરો.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી આજે રાત્રે 8 વાગ્યે પીએમ મોદી સરકાર બનાવવાનો કરશે દાવો.
લગભગ ચાર કલાક સુધી ચાલેલી કૉંગ્રેસ કાર્યસમિતિની બેઠક પૂર્ણ થઈ ગઈ છે.
વાઈએસ જગનમોહન રેડ્ડીને શનિવારે વાઈએસઆર કૉંગ્રેસ ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે વાઈએસઆર કૉંગ્રેસની ઓફિસમાં થયેલી નવનિયુક્ત ધારાસભ્યની બેઠક લગભગ 45 મિનિટ સુધી ચાલી. જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો. ધારાસભ્ય દળના નેતા પસંદગી પામ્યા બાદ રેડ્ડીએ ધારાસભ્યોનો આભાર માનતા કહ્યું કે “2019માં લોકોએ આપણા પર વિશ્વાસ મુકીને મત આપ્યો, પરંતુ 2024માં તેમને આપણા કામના આધાર પર વધુ પ્રચંડ બહુમત આપવી જોઈએ.” વાઈએસઆર કૉંગ્રેસને 172 વિધાનસભા સીટ માંથી 151 સીટો પર જીત મળી છે.

કૉંગ્રેસ કાર્યસમિતિ બેઠકમાં કૉંગ્રેસના તમામ નેતાઓનું કહેવું છે કે રાહુલ ગાંધીએ હિમ્મત સાથે મોદી સામે લડાઈ લડી અને માત્ર તમેજ એવા નેતા હતા વિપક્ષમાં જેમણે પાંચ વર્ષમાં મોદીને ટક્કર આપી.
કૉંગ્રેસના સૂત્રોએ રાહુલ ગાંધીના રાજીનામાની ખબરોને નકારી કાઢી છે. સૂત્રોએ કહ્યું રાહુલ ગાંધીના રાજીનામાની ખબર પાયાવિહોણી છે.
કૉંગ્રેસના સૂત્રોએ રાહુલ ગાંધીના રાજીનામાની ખબરોને નકારી કાઢી છે. સૂત્રોએ કહ્યું રાહુલ ગાંધીના રાજીનામાની ખબર પાયાવિહોણી છે.
કૉંગ્રેસ કાર્ય સમિતિની બેઠક પહેલા કૉંગ્રેસના મહાસચિવ અવિનાશ પાંડેએ કહ્યું કે રાહુલ ગાંધી પાર્ટીને મજબૂત નેતૃત્વ આપી શકે છે. તેમનું આ નિવેદન એ સમયે આવ્યું જ્યારે રાહુલ ગાંધી CWCની બેઠકમાં અધ્યક્ષ પદેથી રાજીનામાની રજૂઆત કરી શકે છે તેવી અટકળો ચાલી રહી છે. તેઓએ કહ્યુ કે “કૉંગ્રેસના નેતૃત્વને રાહુલ ગાંધી જ સાચી દિશા આપી શકે છે. તેમના નેતૃત્વમાં જ પાર્ટીના તમામ લોકો આગળ સંઘર્ષ કરવા માટે તૈયાર છે.
કૉંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં સામેલ થવા માટે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પહોંચી ચુક્યા છે. તેમની સાથે પાર્ટી મહાસચિવ કેસી વેણુગોપાલ પણ હતા.
CWCની બેઠકમાં સામેલ થવા માટે સોનિયા ગાંધી સિવાય પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, પી ચિંદબરમ, સિદ્ધારમેયા, ગુલામ નબી આઝાદ, મલિક્કાર્જૂન ખડગે, કેપ્ટન અમરિંદર સિંહ, આરપીએન સિંહ, મોતીલાલ વોરા સહિત દિગ્ગજ નેતાઓ પહોંચ્યાં છે.
આજે કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક યોજવામાં આવી છે. જેમાં યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી સહિત સીનિયર નેતાઓ બેઠકમાં સામેલ થવા પાર્ટી કાર્યાલય પહોંચી ગયાછે. માનવામાં આવે છે કે, હારની જવાબદારી સ્વીકારીને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજીનામાની રજૂઆત કરી શકે છે.
બ્રેકગ્રાઉન્ડ
- - - - - - - - - Advertisement - - - - - - - - -