બિહારમાં JDU-BJPની બેઠકોની ફોર્મૂલા નક્કી, બરાબર બેઠકો પર લડશે ચૂંટણી
સીએમ નીતીશ કુમારે કહ્યું કે સીટોની વહેચણી પર સહમતિ થઈ છે. જેડીયૂ અને ભાજપ બરાબરની સીટો પર લડશે. બે-ત્રણ દિવસમાં સીટોની સંખ્યા જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બિહારમાં લોકસભાની કુલ 40 સીટો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમિત શાહે કહ્યું કે બિહારમાં એનડીએ પાછલી ચૂંટણી કરતા આ વખતે વધારે સીટો જીતશે. બિહારમાં ભાજપ, જેડીયુ, એલજેપી અને આરએલએસપી સાથે લડશે. અમિત શાહે કહ્યું કઈ પાર્ટી ક્યાંથી ચૂંટણી લડશે તે બિહારનું યૂનિટ નક્કી કરશે. તેમણે કહ્યું કે તમામ પાર્ટીઓ આ વાત પર સહમત છે કે એકજૂથ થઈને ચૂંટણી લડવું જોઈએ.
નવી દિલ્હી: બિહારમાં લોકસભા ચૂંટણી માટે જેડીયૂ અને ભાજપ વચ્ચે બેઠકોની વહેંચણીની ફોર્મ્યૂલા નક્કી થઈ ગઈ છે. આજે મુખ્યમંત્રી નીતીશ કુમારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. જેમાં સીટોની વહેંચણી પર 50-50ની ફોર્મ્યૂલાપર સહમતિ થઈ છે. બેઠક બાદ મીડિયા સાથે વાતચીત કરતા અમિત શાહે કહ્યું કે બિહારમાં જેડીયૂ અને ભાજપ બરાબરની સીટો પર ચૂંટણી લડશે. જે એક-બે દિવસમાં સીટોની સંખ્યાની જાહેરાત કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -