વિજય માલ્યાને ભારત પરત લાવવામાં આવશે, લંડનની કોર્ટે પ્રત્યાર્પણની આપી મંજૂરી
આ અગાઉ અગસ્ટા વેસ્ટલેન્ડ ડીલના વચેટિયા ક્રિશ્વિયન મિશેલનું યુએઇથી પ્રત્યાર્પણ કરી ભાજપ કોગ્રેસ પર નિશાન સાધી રહી છે. સરકાર સંદેશ આપવા ઇચ્છે છે કે તે દેશમાંથી ભાગી રહેલા કોઇ ગુનેગારને છોડવાના મૂડમાં નથી. નોંધનીય છે કે તાજેતરમાં જ માલ્યાએ ટ્વિટ કરી જણાવ્યું કે, મે એક રૂપિયો પણ ઉધાર લીધો નથી. લોન કિંગ ફિશરે લીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ લંડનની વેસ્ટમિસ્ટર કોર્ટે ભાગેડુ વિજય માલ્યાના પ્રત્યાપર્ણની મંજૂરી આપી દિધી છે. પરંતુ વિજય માલ્યા પાસે હજું આ નિર્ણયની વિરૂદ્ધમાં 14 દિવસની અંદર ઉપલી કોર્ટમાં અપીલ કરવાનો વિકલ્પ છે. આ પહેલા માલ્યાએ કહ્યું કે તે બેંકોના પૈસા ચૂકવવા માટે તૈયાર છે. કોર્ટમાં જતા પહેલા વિજય માલ્યાએ કહ્યું, કે તેણે સેટલમેન્ટની રજૂઆત કરી હતી. મિશેલના સવાલ પર માલ્યાએ કહ્યું, તેના પ્રત્યાપર્ણનું આ કેસ સાથે કોઈ કનેક્શન નથી.
માલ્યાએ કહ્યું, તેણે કર્ણાટક હાઈકોર્ટમાં સેટલમેન્ટ માટે રજૂઆત કરી હતી. માલ્યાએ કહ્યું, કોર્ટ જે ફણ નિર્ણય આપશે, તેને તેની લીગલ ટીમ જોશે. માલ્યાએ કહ્યું, અમે જમા પૈસા કર્મચારીઓને આપવા માટે કોર્ટમાં ઘણા આવેદનો આપ્યા છે. જો કોર્ટ અમારો પ્રસ્તાવ સ્વીકારે તો હું કર્મચારીઓને પૈસા આપવા માટે ઈચ્છુક છું. લંડનની વેસ્ટમિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં થનારી આ સુનાવણીમાં સામેલ થવા માટે ભારત તરફથી CBI જોઈન્ટ ડાયરેક્ટર એ સાઈ મનોહરના નેતૃત્વમાં સીબીઆઈ અને ઈડીની ટીમ રવિવારે લંડન રવાના થઈ હતી.
લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટના જજ એમ્મા અર્બથનોટે આ ફેંસલો સંભળાવ્યો હતો. સીબીઆઈએ પણ કોર્ટના ફેંસલાનું સ્વાગત કર્યું છે. હવે માલ્યાના પ્રત્યાર્પણનો મામલો સેક્રેટરી ઓફ સ્ટેટ પાસે મોકલી દેવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા ઓગસ્ટા વેસ્ટલેંડ કેસમાં ક્રિશ્ચિયન મિશેલને પ્રત્યાર્પણ કરીને ભારત લાવ્યા બાદ સરકાર માટે બીજા સારા સમાચાર આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -