‘લવ જિહાદ’ સામે જંગ છેડનારા યોગી CM બનતાં જ બનાવશે ‘એન્ટિ રોમીયો સ્ક્વોડ’, શું હશે આ સ્ક્વોડની કામગીરી? જાણો વિગત
નવી દિલ્લીઃ ભાજપે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે જેમની પસંદગી કરી છે તે યોગી આદિત્યનાથ વરસોથી ‘લવ જિહાદ’ સામે જંગ છેડનારા નેતા તરીકે જાણીતા છે. હવે આદિત્યનાથ મુખ્યમંત્રી બની ગયા છે ત્યારે તે ઉત્તર પ્રદેશમાં ‘એન્ટિ રોમીયો સ્ક્વોડ’ બનાવવાનું પોતાનું વચન સૌથી પહેલાં પૂરૂં કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆદિત્યનાથે પ્રચાર વખતે કહ્યું હતું કે, કૈરાનામાંથી હિન્દુઓની હિજરત અને લવ જિહાદ બંને મહત્વના મુદ્દા છે. યોગી આદિત્યનાથ તેમના આક્રમક હિન્દુત્વ માટે જાણીતા છે. રામમંદિર સહિતના મુદ્દે આક્રમકતાથી બોલનારા યોગી આદિત્યનાથ ભાજપનો હિન્દુત્વનો ચહેરો મનાય છે.
યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં ‘લવ જિહાદ’નો મુદ્દો ઉગ્રતાથી ઉઠાવ્યો હતો. તેમણે એ વખતે જાહેરાત કરેલી કે ઉત્તર પ્રદેશમાં ભાજપ સત્તામાં આવશે તો ‘એન્ટિ રોમીયો સ્ક્વોડ’રચશે. આ ‘એન્ટિ રોમીયો સ્ક્વોડ’ છોકરીઓની છેડતી કરીને તેમનું જીવવું હરામ કરનારા લુખ્ખાઓને સીધા કરશે.
આદિત્યનાથે કહ્યું હતું કે, ‘એન્ટિ રોમીયો સ્ક્વોડ’ ઉત્તર પ્રદેશમાં મહિલાઓનું ગૌરવ ફરી સ્થાપિત કરશે. તેમણે આક્ષેપ મૂક્યો હતો કે, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં છોકરીઓ લુખ્ખાઓના ડરથી સ્કૂલે નથી જતી. ‘એન્ટિ રોમીયો સ્ક્વોડ’ તેમનો અધિકાર આપી તેમને સલામતી આપવાનું કામ કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -