ગેસ સિલીન્ડરના ભાવ વધ્યા, જાણો હવે તમારા ખાતામાં કેટલા રૂપિયાની સબસિડી થશે જમા
હવે ઓક્ટોબરમાં કસ્ટમરના ખાતામાં 376.60 રૂપિયા પ્રતિ સિલીન્ડર સબસિડી જમા કરવામાં આવશે જે 2018માં 320.49 રૂપિયા કરવામાં આવતી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંપનીએ જણાવ્યું કે, સબસિડી વાળા સિલીન્ડરની કિંમતો 2.89 રૂપિયા પ્રતિ સિલીન્ડર મોંઘો થયો છે, આ જીએસટીના કારણે થયું છે.
ઇન્ડિયન ઓઇલે એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે, આ વધારો ખાસ કરીને આંતરરાષ્ટ્રીય બજારમાં આવેલા કિંમત વધારા અને વિદેશી મુદ્રા વિનિમયના ચઢ-ઉતારના કારણે કરવામાં આવ્યો છે.
મોદી સરકારે પડ્યા પર પાટુ મારીને સબસિડી વાળા રસોઇ ગેસ સિલીન્ડર-LPGની કિંમત દિલ્હીમાં 2.89 રૂપિયાથી વધારીને 502.4 રૂપિયા પ્રતિ સિલીન્ડર કરી દીધી છે. દિલ્હીમાં સબસિડી વિનાના સિલીન્ડર આજથી 59 રૂપિયા મોંઘા થઇ ગાય છે.
નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકાર મોંઘવારીને નાથવામાં નબળી પૂરવાર થઇ રહી છે. મોંઘવારીનો વાર સામાન્ય માણસ પર સતત પડી રહ્યો છે, રોજ રોજ પેટ્રૉલ-ડિઝલના ભાવમાં આવતા વધારા બાદ હવે LPG-CNGની કિંમતોમાં પણ મોદી સરકારે વધારો ઝીંકી દીધો છે. જાણો કોની કેટલી કિંમતો વધી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -