GST ની અસર સીધી ગૃહિણીઓના રસોડા પર, જાણો રાંધણ ગેસમાં કેટલો થયો વધારો
જોકે કમર્શિયલ વપરાશ માટેના સિલીન્ડરની કિંમતમાં 69 રૂપિયાનો ઘટાડો થયો છે. અગાઉ કમર્શિયલ વપરાશ માટેના એલપીજી પર 22.5 ટકા ટેક્સ લાગતો હતો – જેમાં 8 ટકા એક્સાઈઝ ડ્યૂટી, 14.5 ટકા વેટ હતો, પણ જીએસટી લાગુ થતાં હવે આવા સિલીન્ડર પર માત્ર 18 ટકા જ ટેક્સ લેવાશે. આવા સિલીન્ડરની કિંમત હવે રૂ. 1,052 થશે, જે અગાઉ 1,121 રૂપિયા હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppLPG ગેસને પાંચ ટકા જીએસટી સ્લેબમાં મૂકવામાં આવ્યો છે. જીએસટી લાગુ થતાં જે રાજ્યો ઈંધણ પર ટેક્સ લગાવતા નહોતા ત્યાં હવે એલપીજીની કિંમત 12 થી 15 રૂપિયા વધી જશે. વળી, જૂન મહિનાથી સબ્સિડીમાં ઘટાડો થયો હોવાથી એનો બોજો પણ ગ્રાહકોના માથે આવશે.
નવી દિલ્લી: 1 જુલાઈથી દેસભરમાં જીએસટી લાગુ થવાથી ઘણી ચીજોના ભાવમાં ઘટાડો અને વધારો જોવા મળી રહ્યો છે. જે ચીજવસ્તુઓ મોંઘી થઈ છે એમાંની એક છે, ઘરવપરાશ માટે રાંધણ ગેસ (LPG)નું સિલીન્ડર, જે હવે 32 રૂપિયા મોંઘું થશે.
ટૂંકમાં, રાંધણ ગેસનું સિલીન્ડર બધું મળીને કદાચ 32 રૂપિયા જેટલું મોંઘું થઈ શકે છે. વધુમાં, રાંધણ ગેસના ગ્રાહકોએ નવા જોડાણો માટે બે વર્ષ સુધી ફરજિયાત ઈન્સ્પેક્શન, ઈન્સ્ટોલેશન, દસ્તાવેજો તૈયાર કરવાના હોઈ તે માટેના એડમિનિસ્ટ્રેટિવ ચાર્જિસ ચૂકવવાના રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -