Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
રાહુલ-પ્રિયંકા ગાંધીનો મેગા રોડ શો, રાહુલ બોલ્યા- યૂપીમાં કૉંગ્રેસની સરકાર બનશે
લખનઉમાં પ્રિયંકા ગાંધીના રોડ શોને લઈને કાર્યકર્તાઓમાં જોરદાર ઉત્સાહ જોવા મળ્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓ ફૂલ-માળાઓથી પ્રિયંકાનું સ્વાગત કરી રહ્યા હતા. રોડ શો દરમિયાન પ્રિયંકાનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું, મે પ્રિયંકા અને જ્યોતિદારિત્ય સિંધિયાને યૂપીની જવાબદારી સોંપી છે. ઉત્તરપ્રદેશમાં કૉંગ્રેસની સરકાર બનવી જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું, હું માયાવતી અને અખિલેશ યાદવનું સમ્માન કરુ છું. પરંતુ પ્રદેશમાં કૉંગ્રેસ સમગ્ર તાકાતથી લડશે, યૂપી બદલવા માટે લડશે.
રાહુલ ગાંધીએ રાફેલનો મુદ્દો ફરી ઉઠાવતા કહ્યું, ચોકીદાર ચોર છે, ચોકીદારે ખેડૂતોનું દેણુ માફ નથી કર્યું અને પોતાના મિત્રોના ખિસ્સામાં પૈસા પહોંચાડ્યા છે, ચોકીદારે ભ્રષ્ટાચાર કર્યો છે અને દેશ તેને જાણી ગયો છે.
લખનઉ: લોકસભા ચૂંટણી 2019ની તૈયારીમાં લાગેલી કૉંગ્રેસે સોમવારે ઉત્તર પ્રદેશી રાજધાની લખનઉમાં શાનદાર રોડ શો કર્યો હતો. આ રોડ શોમાં કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, ઉત્તર પ્રદેશના બંને પ્રભારી પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયાની સાથે સાથે દિગ્ગજ નેતાઓ સામેલ થયા હતા. આ રોડ શો લખનઉના ઈન્ટરનેશનલ એરપોર્ટથી લઈને લખનઉ કૉંગ્રેસ મુખ્ય કાર્યાલય સુધી પહોંચ્યો હતો. રોડ શો પૂર્ણ થયા બાદ કૉંગ્રેસ મુખ્યાલયમાં રાહુલ ગાંધીએ કહ્યું, યૂપીમાં કૉંગ્રેસ નબળી ન રહી શકે. તમે બધાને ટ્રાઈ કર્યા, તમામ ફેલ થયા છે. હવે કૉંગ્રેસની સરકાર બનશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -