એમઆધાર (mAadhaar) એપ લોન્ચ, હાલમાં માત્ર એન્ડ્રોઈડ ફોન પર જ ઉપલબ્ધ, જાણો 5 ખાસ વાતો
નવી દિલ્હીઃ ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી સરકારે એમઆધાર એપ લોન્ચ કરી છે. mAadhaar મોબાઈલ એપ જે હાલમાં માત્ર એન્ડ્રોઈડ પ્લેટફોર્મ પર જ ઉપલબ્ધ છે. આ એપને ડાઉનલોડ કર્યા અને રજિસ્ટર કર્યા બાદ તમારે તમારી સાથે પેપર-ફોર્મેટ અથવા કોઈ અન્ય રીતે આધાર કાર્ડ અથવા નંબર સાથે લઈને ચાલવાની જરૂરત નથી. આગળ વાંચો એપ સાથે જોડાયેલ પાંચ ખાસ વાતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆમ તો આ એપ યૂઝ કરવા માટે તમારો મોબાઈલ નંબર રજિસ્ટર હોવો એ સૌથી પ્રથમ શરત છે. જો નંબર રજિસ્ટર્ડ નહીં હોય તો નજીકના આધાર એનરોલમેન્ટ સેન્ટરમાં જઈને રજિસ્ટર કરાવો.
TOTPની સુવિધા પણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે. TOTP એટલે કે Time-based One-Time Password જનરેટ થશે. યૂઝર્સ પોતાના પ્રોફાઈલને અપડેટ પણ કરી શકશે.
તમને જણાવીએ કે હાલમાં આ બીટા વર્ઝનમાં છે. પર્સનલ ડેટા સુરક્ષિત રહે તે માટે બાયોમેટ્રિક લોકિંગ ફીચર આપવામાં આવ્યું છે. એક વખત એપને લોક કરી દેવામાં આવો તો ત્યાં સુધી અનલોક નહીં થાય જ્યાં સુધી તેને યૂઝર ખુદ અનલોક ન કરે.
આધાર વેરિફાઈડ એકાઉન્ટથી કરવામાં આવેલ ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, #mAadhaar લોન્ચ કરવામાં આવી છે. એન્ડ્રોઇડ પર ચાલનારી આ એપ ગૂગલ પ્લે પર ઉપલબ્ધ છે.
આ એપને યૂનીક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ વિકસીત કરી છે. આ એપમાં તમારું નામ, જન્મતારીખ, જાતી અને સરનામું તથા યૂઝરની તસવીર અને આધાર નંબર લિંક હશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -