મહારાષ્ટ્રઃ આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી બનાવવાની શિવસેનાએ કરી માંગ

મહારાષ્ટ્ર વિધાનસભાની 21મીએ યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ રહ્યું છે. કોઇ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી.

Advertisement

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 24 Oct 2019 06:15 PM

બ્રેકગ્રાઉન્ડ

શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, મુખ્યમંત્રીને લઇને ભાજપ સાથે 50-50 ફોર્મુલા પર વાત થઇ હતી અને તેમની પાર્ટી તેના પર ઝૂકશે નહીં. ઉદ્ધવે કહ્યું કે, જનાદેશ તમામની આંખ ખોલનારો છે. આ માટે તેમણે મહારાષ્ટ્રની જનતાનો આભાર માન્યો હતો. તેમને પૂછવામા આવ્યું કે શું આ વખતે મુખ્યમંત્રી શિવસેનાનો હશે તેના પર તેમણે કહ્યું કે, તમારા મોંમાં ઘી સાકર. મોટો ભાઇ-નાનો ભાઇ કોઇ ફરક નથી. શિવસેના 50-50 ફોર્મુલા પર ઝૂકશે નહી અને ફોર્મુલા નક્કી થયા બાદ સરકાર બનાવવાનો દાવો રજૂ કરવામાં આવશે.



© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.