મહારાષ્ટ્ર: ભાજપના સુપડા સાફ, નાંદેડમાં કૉંગ્રેસની ભવ્ય જીત, જાણો શું આવ્યું પરિણામ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહારાષ્ટ્રની નાંદેડ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો સામે આવ્યા છે. ગુરૂવારે સવારના 10 વાગ્યેથી મતગણતરી ચાલુ છે. મહાનગરપાલિકાની 81 બેઠકો પર 11 ઓક્ટોબરે મતદાન થયું હતું જેમાં આશરે 60 ટકા લોકોએ મતદાન કર્યું હતું. સાંજના 5 વાગ્યા સુધીમાં 81 બેઠકોમાંથી 73 ના પરિણામ સામે આવ્યા છે. જેમાં કૉંગ્રેસે 66 બેઠકો પર જીત મેળવી છે. ભાજપને માત્ર 5. શિવસેનાને 1 અને અન્યના ખાતામાં માત્ર 1 બેઠક આવી છે. બાકી બચેલી 8 બેઠકોમાં 7 સીટ પર કૉંગ્રેસ આગળ ચાલી રહી છે.
વર્ષ 2012માં યોજાયેલી ચૂંટણીમાં કૉંગ્રેસે 81 બેઠકોમાંથી 41 બેઠક મેળવી હતી જ્યારે શિવસેનાએ 12 બેઠકો મેળવી હતી. જ્યારે એઆઈએમઆઈએમ 11 બેઠકો મેળવી હતી. ભાજપને માજ્ઞ 2 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. ભાજપે જીત મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું હતું. મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસે લોકો સુધી પહોંચવા રેલીઓ યોજી હતી. નાંદેડ કૉંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ચ્વ્હાણનો વિસ્તાર છે.
મુંબઈ: મહારાષ્ટ્રની નાંદેડ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કૉંગ્રેસે એક તરફી જીત મેળવી છે. કુલ 81 બેઠકોમાંથી કૉંગ્રેસે 69 બેઠકો પર જીત મેળવી છે. ભાજપને 6, શિવસેનાને 1 બેઠક મળી છે. જ્યારે એક બેઠક પર અન્યની જીત થઈ છે. રાષ્ટ્રીય કૉંગ્રેસ પાર્ટી અને એઆઈએમઆઈએમ ખાતું પણ નથી ખોલાવી શકી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -