ઉત્તરપ્રદેશમાં ભગવા રંગે રંગાઈ ગાંઘીજીની પ્રતિમા, ગ્રામજનોએ ભાજપના કાર્યકરો પર લગાવ્યો આરોપ
આ પહેલા યૂપીમાં બદાયુ જિલ્લામાં ડૉ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ભગવા રંગે રંગવામાં આવી હતી. આ મુદ્દો વધારે ઉછળતા પ્રતિમાને ફરીથી બ્લૂ રંગે રંગવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશાહજહાપુર: ઉત્તર પ્રદેશના શાહજહાપુર જિલ્લામાં મહાત્મા ગાંધીની પ્રતિમાને પણ ભગવા રંગે રંગવામાં આવી છે. સ્થાનિક લોકોએ પ્રતિમાને ભગવા રંગે રંગવાનો આરોપ સ્થાનિક ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ પર લગાવ્યો છે. ગ્રામસભાની જમીન પર છેલ્લા 20 વર્ષથી મહાત્મા ગાંધીની પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી છે. આ બાબતે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મહાત્મા ગાંધીની પ્રતિમા પહેલા સફેદ રંગની હતી. આ મુદ્દે જિલ્લા ભાજપના અધ્યક્ષે કહ્યું અમને આ બાબતે કોઈ જાણકારી નથી. ભાજપના નેતાઓ આ પ્રકારની માનસિકતા નથી રાખતા. આ કામ ગામના લોકોનું હોવું જોઈએ, પરંતુ તેઓ આરોપ ભાજપના કાર્યકરો પર લગાવી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -