મહારાષ્ટ્ર હિંસાના પડઘા સંસદમાં પડ્યા, મોદી મૌન તોડેઃ ખડગેની માંગ
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં થયેલી હિંસાને લઈ આરએસએસ તથા બીજેપી પર નિશાન સાધ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોંગ્રેસના સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, “ભીમા કોરેગાંવમાં દર વર્ષે દલિત લોકો જઈને સ્મારક પર શ્રદ્ધાંજલિ આપે છે. સમાજમાં ભાગલા પડાવવા પાછળ કટ્ટર હિન્દુવાદી અને આરએસએસનો હાથ છે. દર વર્ષે દલિત સમુદાયના લોકો અહીંયા આ પ્રકારના કાર્યક્રમ કરે છે. જે રાજયોમાં બીજેપી સરકાર છે ત્યાં દલિતો પર આ પ્રકારે અત્યાચાર થઈ રહ્યા છે. પીએમ મોદીએ આ મુદ્દે નિવેદન આપવું જોઈએ. પીએમે આ મુદ્દે મૌન તોડવું જોઈએ.”
કેન્દ્રીય મંત્રી અનંત કુમારે ખડગે પર મામલો ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, “ગુજરાત અને હિમાચલમાં થયેલી હારથી કોંગ્રેસ નિરાશ થઈને આ પ્રકારની વાતો કરી રહી છે. કોંગ્રેસ ભાગલા પાડો અને રાજ કરોની પોલિસી અપનાવી રહી છે અને પીએમ મોદી સૌનો સાથ, સૌનો વિકાસના નારા સાથે કામ કરે છે. આગને ઠારવના બદલે ભડકાવવાનું કામ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી કરી રહી છે. દેશ આ સાંખી નહીં લે.”
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં થયેલી જાતિય હિંસાના પડઘા આજે સંસદમાં પડ્યા હતા. લોકસભા અને રાજ્યસભામાં આજે કોંગ્રેસ સહિત તમામ વિપક્ષો હિંસાના મુદ્દે હંગામો કરી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હિંસાને લઈ આરએસએસ તથા બીજેપી પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ પણ મહારાષ્ટ્ર હિંસાને લઇ ભાજપને ભીંસમાં લીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -