વિદ્યાસાગરની મૂર્તિ વિવાદ- મમતા બેનર્જીએ કહ્યું- PM મોદી આરોપ સાબિત કરે નહી તો જેલમાં નાખીશું
મમતા બેનર્જીએ કહ્યું કે, મૂર્તિ કોણે તોડી છે એનો તમામ પુરાવા અમારી પાસે છે અને વડાપ્રધાન મોદી જે ટીએમસી પર આરોપ લગાવી રહ્યા છે તેને સાબિત કરે નહીં તો અમે તેમને જેલમાં નાખીશું.
એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 16 May 2019 05:37 PM
બ્રેકગ્રાઉન્ડ
કોલકત્તાઃ પશ્વિમ બંગાળમાં સમાજસેવી અને સ્વતંત્રતા સેનાની ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડવાની ઘટના પર ટીએમસી ચીફ મમતા બેનર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે લડાઇ ચાલી રહી છે. એક ચૂંટણી રેલીમાં મમતા...More
કોલકત્તાઃ પશ્વિમ બંગાળમાં સમાજસેવી અને સ્વતંત્રતા સેનાની ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડવાની ઘટના પર ટીએમસી ચીફ મમતા બેનર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે લડાઇ ચાલી રહી છે. એક ચૂંટણી રેલીમાં મમતા બેનર્જીએ વિદ્યાસાગરની મૂર્તિ તોડવાનો આરોપ ટીએમસી પર લગાવવાને લઇને વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. મમતા બેનર્જીએ કહ્યું કે, મૂર્તિ કોણે તોડી છે એનો તમામ પુરાવા અમારી પાસે છે અને વડાપ્રધાન મોદી જે ટીએમસી પર આરોપ લગાવી રહ્યા છે તેને સાબિત કરે નહીં તો અમે તેમને જેલમાં નાખીશું.પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, તે કહે છે કે ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ બનાવીશું. બંગાળ પાસે પૈસા છે અને તે પોતે મૂર્તિ બનાવી શકે છે પરંતુ શું તે 200 વર્ષના અમારા વારસાને લોટાવી શકે છે. અમારી પાસે પુરાવા છે તેમ છતાં તેઓ કહી રહ્યા છે કે ટીએમસીએ મૂર્તિ તોડી છે. તેઓ આરોપોને સાબિત કરે નહી તો અમે તેમને જેલમાં મોકલીશું.નોંધનીય છે કે સમાજસેવી ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તૂટ્યા બાદ ભાજપ અને ટીએમસીના નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. બંન્ને પાર્ટીઓ મૂર્તિ તોડવાનો એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. આ ઘટના મંગળવારની છે જ્યારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ કોલકત્તામાં રોડ શો કરી રહ્યા હતા.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકત્તામાં ઠાકુર પુકુરથી તારતલા સુધી માર્ચ કાઢી હતી. આ અગાઉ મમતાએ એક બેઠક કરી હતી જેમાં મમતા બેનર્જીએ કહ્યું કે, શું વડાપ્રધાન મોદી જ બેઠક કરી શકે છે. લોકતંત્રમાં અમારો કોઇ અધિકાર નથી. ચૂંટણી પંચે અમારો ચૂંટણી પ્રચાર 24 કલાક અગાઉ રોકી દીધો છે. એવામા અમે એ પ્રમાણે પોતાની બેઠક નક્કી કરીશું.
પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકત્તામાં ઠાકુર પુકુરથી તારતલા સુધી માર્ચ કાઢી હતી. આ અગાઉ મમતાએ એક બેઠક કરી હતી જેમાં મમતા બેનર્જીએ કહ્યું કે, શું વડાપ્રધાન મોદી જ બેઠક કરી શકે છે. લોકતંત્રમાં અમારો કોઇ અધિકાર નથી. ચૂંટણી પંચે અમારો ચૂંટણી પ્રચાર 24 કલાક અગાઉ રોકી દીધો છે. એવામા અમે એ પ્રમાણે પોતાની બેઠક નક્કી કરીશું.